પતંગ નું કાવ્ય
Appearance
નિર્દોષ ને નિર્મળ આંખ તારી હરિશ્ચંદ્ર ભટ્ટ |
ઊર્મિકાવ્ય |
પતંગ નું કાવ્ય
કંઈક કરતાં તૂટે તૂટો હવે દ્રઢ દોર આ !
હ્રદય સહસા છૂટે છૂટો કુસંગતિથી અહા !
પરશરણ આ છૂટ્યે છોને જગત સુખ ના મળે !
તન ભટકતાં સિંધુ કેરા ભલે હ્રદયે ભળે !
ભડ ભડ થતાં અગ્નિ માંહે ભલે જઈ એ બળે,
ગિરિકુહુરની ઉંડી ઉંડી શિલા પર છો પડે.
મૃદુલ ઉરમાં ચીરા ઉંડા ભલે પળમાં પડે,
જીવન સધળું ને એ રીતે સમાપ્ત ભલે બને,
પણ અધમ આ વૃતિકેરો વિનાશ અહા ! થશે,
પર કર વશી નાચી રે‘વું અવશ્ય મટી જશે;
રુદન કરવું વ્યોમે પેસી નહીં પછીથી પડે,
ભ્રમણ ભવના બંદી રૂપે નહીં કરવું રહે.
દામોદર બોટાદકર