પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ઉત્તુંગને શિક્ષા : ૯૫
 


‘ઉલૂપી ! હું કાંઈ કહી શકું ?' સુબાહુએ પણ સંઘપતિની આજ્ઞા ! ‘હ્ય.’ ‘ઉત્તુંગને શિક્ષા કરવાની જરૂર નથી. ‘કારણ ?’ જશે.’ ‘પ્રથમ તો એમાં એનો દોષ દેખાતો નથી.' ‘કેવી રીતે ?’ ‘એણે પૂરતી કાળજી રાખી હતી. કોઈની પણ કલ્પનામાં ન આવે એવા સંયોગોમાં ક્ષમા અદૃશ્ય થાય એમાં ઉત્તુંગને દોષ ન ઘટે.' સુબાહુએ કહ્યું. ‘સુબાહુ ? તારી કૃપાની મારે જરૂર નથી.’ ઉત્તુંગે કઠોરતાથી કહ્યું. ‘મારી કૃપાનો આ પ્રશ્ન નથી. હું નાગ જનપદના મિત્ર તરીકે સંઘપતિ સમક્ષ મારો મત દર્શાવું છું.' સુબાહુએ કહ્યું. ‘તને બોલવાનો અધિકાર નથી.' ઉત્તુંગે કહ્યું. આજની રાત તમારી મંત્રણામાં ભાગ લેવાનો મને અધિકાર છે.’ ‘કોણે આપ્યો ?’ ઉત્તુંગે પૂછ્યું. ‘સંઘપતિ - સંઘના મંત્રીમંડળે. તું જાણે જ છે.' ‘ઉત્તુંગ ! સુબાહુને બોલવા દે.' ઉલૂપીએ આજ્ઞા કરી. ઉત્તુંગે નીચું મુખ કર્યું અને મહાકાષ્ટથી આજ્ઞા માથે ચડાવી. વળી એવી શિક્ષાની જરૂર પણ નથી.' સુબાહુએ કહ્યું. ‘કેમ ?’ ઉલૂપી બોલી. ‘ક્ષમાને પકડવી સહેલી છે.' ‘શી રીતે ?’ ‘તમારી વનરાજિને જાગૃત કરી દો. ક્ષમા વનમાં હશે તો પકડાઈ ‘પણ વન બહાર ગઈ તો ?’ ‘તો મારા ઉપર આધાર રાખો. વન બહાર મારી ચોકી છે.’ ‘હું સુબાહુ ઉપર આધાર રાખવા માગતો નથી. આર્યો નાગને બાળી નાખવા માગે છે.’ ઉત્તુંગ બોલી ઊઠ્યો. ‘એટલે ?’ ઉલૂપીએ પૂછ્યું. સુબાહુની જ આ બધી રમત હોય.