પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦ : ક્ષિતિજ
 

 

________________

એ વિશાળ દોરથી - ભાગ બની ગઈ. સેનાપતિને સુકેતુએ. ૧૦ઃ ક્ષિતિજ હોડીને વહાણ સાથે બાંધી લ્યો.' હોડી વહાણને અડકી અને થોડા ખલાસીઓએ વિશાળ બાંધેલા બે ચાપડા હોડી ઉપર ફેંક્યા. હોડી વહાણનો એક ભાગ છે. ‘આગળ વધો.' વહાણ ઉપરથી નમન કરતા સેનાપતિને ? આજ્ઞા આપી. “કઈ બાજુ ?' ‘તોફાન ભણી.” સુકેતુએ કહ્યું. “જી.' સેનાપતિએ કહ્યું અને પાછા ફરી તેણે ભવ્ય રવથી નાવિકો ) આજ્ઞા આપી. ચપલા અને તેની સાથે બંધાયેલી બચ્ચા સરખી હોડી સડસ સમુદ્રમાં આગળ વધ્યાં. વહાણની અંદરથી અદ્રશ્ય હાથ હલેસાં મારતા હતા. હલેસાનું નિયમિત પ્રબળ હલન અને ચપલાનો વેગ એટલું જ જાણે વાતાવરણમાં જીવંત હોય એમ લાગતું હતું. સેનાપતિ પૂતળાં સરખો ક્ષિતિજમાં દૃષ્ટિ નાખી ઊભો હતો. અંધકાર વધતો જતો હતો. સુબાહુ! તોફાન વધે છે.' સુકેતુએ કહ્યું. હા. તોફાનમાં જ જવું પડશે.” સુબાહુએ કહ્યું. ‘વહાણ કોનું હશે ?' ભૃગુકચ્છનું તો ન જ હોય.” પારસિકોના વહાણને વાર છે.' આપણને ભૂલવવા કોઈ મથન કરતું ન હોય.' ‘તો ય શું? આપણી રેષા અંદર આવનાર કોઈ આપણને ભુલાવામાં નાખી શકશે નહિ.” બંને જણ શાંત રહ્યા. નૌકાનાયક પૂતળા સરખો ઊભો જ રહ્યો હતો. એકબે વખત તેણે ભર્યા અવાજે આજ્ઞાઓ આપી હતી. એકાએક તેણે સૈનિકોને હથિયાર પરવા હુકમ આપ્યો, અને નૌકાજ્યોતિ પ્રગટાવવા આજ્ઞા કરી. આછા અંધકારમાં સો દીવા પ્રગટી ઊઠ્યા. સમુદ્રની ઘેરાશ ચકચકિત બની ગઈ. જાણે દીપમાળા પ્રવાસે નીકળી ! તત્કાળ એક પવનલહરી વહાણ સામે અથડાઈ. વહાણ સહજ હાલ્યું, પરંતુ ોડી જરા વધારે ઊછળી. સુકેતુએ હસીને કહ્યું : આપણે તો તોફાનમાં પેઠા.' અગર તોફાન આપણી સીમમાં આવ્યું.'