પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ક્ષમા : ૧૫
 

________________

જમાં ૧૫ છતાં એટલાં સંપૂર્ણ હતાં કે તે યુવકને યુવતી માનવાની કલ્પના પણ ભાગ્યે આવે. મૂછ વગરના રોમક સૈનિકનાં મુખ ઉગ્ર છતાં કુમળાં લાગતાં હતાં. પરંતુ એમાંથી એક સૈનિકને સ્ત્રી ધારવાની ભૂલ કરવી એ રોમક શૌર્યની અવજ્ઞા કરવા સરખું હતું. સુબાહુ કદી વિચાર વગરનું વાક્ય બોલતો નહિ. એની ધારણા સર્વદા ખરી જ પડી હતી એમ સુકેતુએ આજ સુધી જોયું હતું. અને તેથી જ સુકેતુએ સુબાહુને અંગ્રપદ આપી દીધું હતું - જોકે સુબાહુ સુકેતુ સાથે કદી અગ્રપદનો દેખાવ કરતો નહિ. બહુ જ નિકટતાને લીધે બંનેનાં માનસ ઘણી બાબતોમાં સરખું જ કાર્ય કરતાં હતાં. અને સરખાં અનુમાનો ઉપર આવતાં હતાં. માત્ર સુકેતુ સાહસની અતિશયતામાં રાચતો, ત્યારે સુબાહુ સાહસને ધીરતાથી અંકુશમાં રાખતો. સૈનિકે ભવાં ચડાવ્યાં, અને તલવારની મૂઠ ઉપર હાથ નાખ્યો. ક્રોધાવેશમાં તે બોલ્યો : મારું અપમાન કરો છો ?” ‘નહિ. આર્યો સ્ત્રીનું અપમાન કરતા નથી.' સુબાહુએ કહ્યું. ‘હું સ્ત્રી છું?” “હા, જી.' શાથી જાણ્યું ?” ‘એ હું કહીશ નહિ. એટલું જ નહિ, પણ આપ જળમાર્ગની શોધમાં આવ્યાં છો.' જળમાર્ગ ? ક્યાંનો જળમાર્ગ ?” આવિર્તનો.” આર્યાવર્ત જગતને અજાણ્યું છે ?” ના. પણ એના જળમાર્ગ રોમક પ્રજાને અજાણ્યા છે.” ભૂમિમાર્ગે અમે આવી શકીએ છીએ. રોમ જગતની સામ્રાજ્ઞી છે.' “હં.' ભાગ્યે હસતો સુબાહુ જરા હસ્યો. આયવિત ઉપર સામ્રાજ્ય આર્યનું જ રહેશે. સુકેતુએ કહ્યું. ‘તમે આર્યો છો ? હા.' “માછીમારમાંથી ચાંચિયા થયા માટે ? સુકેતુનો હાથ ઊંચકાયો અને પાછો પડ્યો. સુબાહુએ પીઠ ફેરવી સુકેતુને કહ્યું :