પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૦:ક્ષિતિજ
 


આવી કહ્યું. ‘સારું. હું એક ચીસ પડાવીશ. તે ક્ષણે તમારે સહુએ વહાણના માલિક બની જવું.' ઉત્તુંગે કહ્યું. અને કોઈ સામે થાય તો ?' ‘તેને યમદ્વાર દેખાડી દેજો.' ઉત્તુંગે કહ્યું. આજ માનવ જિંદગીની તેને મન કિંમત ન હતી. હજારો માનવીઓની જિંદગી ધૂળમાં મેળવનાર રોમન પ્રજા પ્રત્યે તેને ઊપજેલો રોષ લોહી રેડ્યાથી પણ શમે એમ ન હતો. ઉપર વાગતાં વાઘોએ તેના જ્ઞાનતંતુઓને ઝણઝણાવી મૂક્યા. વિકારપ્રેરક સ્નેહગીત ગાતી સુંદરીનું ગળું દાબી દેવાની ઉત્તુંગને ઇચ્છા થઈ આવી. ગીત સાંભળી હસતા રોમન પુરુષોનાં મુખ ચામડે સીવી લેવાની તેને વૃત્તિ થઈ આવી. પુરુષોનાં જાડાં ખોખરાં હાસ્ય વચ્ચે સંભળાતો સ્ત્રીઓનો હાસ્યકિલકિલાટ સ્ત્રીઓના ગાલ ઉપર ધગધગતા અંગારા ચાંપવાની રુચિર કલ્પના તેને આપતો હતો. એકાએક મુક્ત મીઠા કંઠે તે જાતે જ ગાઈ ઊઠ્યો : ૧ અય ગુલામ ! બંધન તોડ. બેડી સાંકળ ભોગળ ફોડ. અન્ય ગુલામ ! બંધન તોડ. માનવતાનું ભૂત ગુલામ ! બંધન જીવન જાણ હરામ; એ જીવનની માયા છોડ; અન્ય ગુલામ ! બંધન તોડ. ૧ રાગ - ભૂપ શોષણ કાજ તું શું સર્જાયો ? વેચાવા તુજ દેહ રચાયો ? ઉતાર એ વળગેલું ઝોડ ! અય ગુલામ ! બંધન તોડ. આંખે અંગારા વરસાવ; ઉતાર હાથે વજ્જર ઘાવ; માલિકની તું ગરદન મોઠ ! અય ગુલામ ! બંધન તોડ