પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પહેલી આવૃત્તિની પ્રસ્તાવના (ક્ષિતિજ : ભા. ૧ લો) મારાં પુસ્તકોના વખાણ માગતા મારા કેટલાક મિત્રો તેમ જ મારા પ્રકાશકો હવે પ્રસ્તાવના લખવાની મને મના કરે છે. મને લાગતી મારી ખામીઓનો પ્રસ્તાવનામાં થતો ઉલ્લેખ વિવેચકોને ભ્રમમાં નાખે છે. ખામીઓ સાચી છે કે ખોટી એની પૂરી પરીક્ષા કર્યા વગર મારા કથનને જ આધારે વિવેચકો તુલના કરવા દોરાય છે, અને તેમ કરી મારા પુસ્તકને તેમ જ તેમની વિવેચનશક્તિને અન્યાય કરે છે. માટે મારે પ્રસ્તાવના ન લખવી એમ મને સલાહ મળે છે. વાચકો અને વિવેચકો મારા પ્રત્યે તો ઘણા જ ઉદાર રહેલા હું અનુભવું છું. પરંતુ પ્રસ્તાવનાઓની જરૂર નથી એમ તો મને લાગ્યા કરે છે. ‘ક્ષિતિજ’ વિશે મારું મતદર્શન હું નહિ કરાવું. તોપણ ‘ક્ષિતિજ'ની ઉત્પત્તિ વિશે કૈંક કહીશ. ભારતવર્ષનો પ્રાચીન ઇતિહાસ લાંબા સમયથી મારા વાંચનનો એક પ્રિય વિષય છે. વિજાપુર તાલુકાના કોટ્યાર્કજીનાં ખંડેરોમાંથી મને ક્ષત્રપોના થોડા સિક્કા મળેલા - જે કોઈ ચોરી ગયું. નવસારી પ્રાંતના કામરેજ ગામમાંથી ભાઈ મગનલાલ ઇચ્છારામ ગાંધીએ મને ક્ષત્રપોના, ગુપ્તોના, તેમ જ બીજા કેટલાક સિક્કાઓ મેળવી આપ્યા. એ ભાઈએ કરેલી પુરાતત્ત્વની સેવા નોંધ લેવા પાત્ર છે. ત્યારથી પ્રાચીન ઇતિહાસનો મારો શોખ તાજો થયો. સિક્કાઓ બીજે વિદ્વાનોને ત્યાં પણ - વાંચવા મોકલતાં તે ખોવાવા લાગ્યા. એટલે જાતે વાંચવાની કળા પ્રાપ્ત કરવા મથન કર્યું. પરંતુ નોકરીને અને અભ્યાસને બહુ બનાવ રહેતો નથી. લિપીવાંચન થોડો ઘણો પણ સતત પ્રયત્ન માગે છે- એકાગ્રતા માગે છે, તે હું નથી મેળવી શકતો. એટલે સિક્કાઓના ઉકેલની આવડત તો આવી હિ, પરંતુ પ્રાચીન યુગ માટેનો રસ વધારે જ્વલંત બન્યો, અને સ્વર્ગસ્થ જયસ્વાલ જેવા ઇતિહાસકારોનાં મંતવ્યોની વિચારણાએ મારી કલ્પનાને સતેજ કરી. આમ અભ્યાસની મૂળ વૃત્તિ કલ્પનામાં ઘસડાઈ, અને સિક્કાવાંચન તથા ઇતિહાસ આલેખનને બદલે એક વાત ઊભી થઈ. એ વાત તે ક્ષિતિજ'. ગુપ્ત સામ્રાજ્યની પહેલા ‘નાગ’, ‘ભારશૈવ’ વગેરે નામ ધારણ કરી આર્ય કે અર્ધ આર્ય પ્રજાએ મહારાજ્યો સ્થાપ્યાં હતાં એ વાત સિદ્ધ થઈ ચૂકી છે. ઈસવીસનની બીજી સદીમાં આવાં પ્રજાસત્તાક મારાજ્યો હતાં. તેની