પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અજાણ્યો પ્રદેશ : ૪
 

________________

અજાણ્યો પ્રદેશ સુબાહુની નાવ અટકી તેની સાથે ક્ષમાએ આસાનીથી નદીમાં ઝંપલાવ્યું. ક્ષમાને સૂદિવાનો પટ કાપવો ભારે નહોતો. વહાણને આગળ વધવા દઈ, તાપી નદીમાં ગુપ્ત પ્રવેશ મેળવી તે સુબાહુ અને સુકેતુથી બચવા ઇચ્છતી હતી. એક વખત તે છુટ્ટી બની આર્યભૂમિ ઉપર પગ મૂકે એટલે તેને પૂરતી સહાય મળશે એમ તે માનતી હતી. ભૃગુકચ્છમાં કામોનિક્સમાં રોમન વ્યાપારીઓ રહેતા હતા. એ વ્યાપારીઓ માત્ર વ્યાપાર કરતા હતા એમ નહિ, તેઓ વ્યાપારની અંધારપિછોડી નીચે રોમન સામ્રાજ્યના વિસ્તાર શોધતા જાસૂસો હતા. એ જાસૂસોએ એક જ ભય બતાવ્યો હતો : સુબાહુ અને સુકેતુની ચોકીનો, એ ચોકી પાર થતાં બરોબર ક્ષમાં સમગ્ર ભારતવર્ષમાં ફરી શકે, અને રોમન રાજ્યવિસ્તારને માટે સફળતાથી જાળ પાથરી શકે એમ હતું. પરંતુ ક્ષમાની યુક્તિ સફળ ન થઈ. સુબાહુનાં વહાણોને પરાજિત કરે એવી સામગ્રીવાળો રોમન કાફલો વાવાઝોડામાં અસ્તવ્યસ્ત થઈ ગયો, અને ક્ષમાનું વહાણ અણધારી રીતે - અણધાર્યે સ્થળે સુબાહુના હાથમાં જઈ ચડ્યું. તેમાંથી છૂટી સૂર્યદહાનો ગુપ્ત માર્ગ લીધો, તે પણ સુબાહુની કલ્પના બહાર ન ગયો. અને હવે એક વખત છૂટ્યા પછી સુબાહુ કે સુકેતુને હાથ ક્ષમા પકડાય તો ? સમુદ્રકિનારાના એ ભયાનક ચાંચિયાની ક્રૂરતાથી વહાણવટીઓ કંપી ઊઠતા હતા. ક્ષમાને એક ક્ષણ એ ક્રૂરતાની કલ્પનાએ કંપાવી. બીજી જ ક્ષણે તે સાવધ થઈ. આર્યાવર્ત જીતવાની પ્રાથમિક યોજના માટે ક્ષમાને મોકલતાં રોમન સમ્રાટે કહેલું વાક્ય તેને યાદ આવ્યું. ક્ષમા! તું એક જ છે હોં કાંઈ ન બને તો તું જીવતી પાછી તો આવજે.” સુબાહુ કે સુકેતુને પોતાના બાહોશ યુદ્ધવીરો સાથે લડતા મૂકી તે ગુપચુપ કિનારે પહોંચી જાય એમ હતું. કિનારે પહોંચ્યા પછી બીજો દાવ ખેલી શકાશે એમ ધારી તે સફળતાથી કૂદી પડી. અંધકારની અસ્પષ્ટતા સૈનિકોની વીરહાક, અને હોડીઓની અથડાઅથડીની શરૂઆતમાં યુદ્ધની • હાલનું કોમરેજ.