પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬ : ક્ષિતિજ
 

૩૬: શિતિજ ‘જ્યારે જરૂર પડે ત્યારે નાગનું રૂપ ધરીએ.’ ‘અને રાત્રે મનુષ્યનું ?' ‘મન ફાવે ત્યારે મનુષ્યનું.’ ક્ષમા અને નાગકન્યા પરસ્પર જોઈ રહ્યાં. નાગકન્યાના મુખ ઉપર આછું હાસ્ય રમી રહ્યું. તેની ધવલ ઝીણી દંતાવલી તેના હાસ્યમય મુખને વધારે મોહક બનાવી રહી. નાગને ઝેર સરખી લહેરો ઉપજાવતું આ શ્યામસૌંદર્ય ભયંકર તોય આકર્ષક હતું. એ સૌંદર્યની ચૂડ નાગપાશ સરખી જ અનિવાર્ય હશે એમ ક્ષમાની ખાતરી થઈ. તેણે કહ્યું : ‘તમે બહુ સુંદર છો.’ ‘કોણ જાણે ! પણ તમારું રૂપે ઓછું નથી.’ ‘એમ ? તો મારો પ્રેમ ન સ્વીકારો ?’ ક્ષમાએ આંખમાં ચાપલ્ય લાવી પૂછ્યું. પુરુષવેશનો લાભ લઈ નાગકન્યાને મોહિત કરી; આ વન અને વનશ્રીનું સ્વામિત્વ રોમને માટે મેળવવાની આશા ક્ષમાના હૃદયમાં જાગી ક્ષમા જાતે પ્રેમથી પર હતી, છતાં પ્રેમની ભાવના સર્વસ્વ સમર્પી દે છે એ તેના અનુભવ બાર નહોતું. ‘તમારો પ્રેમ ?’ નાગકન્યાએ વિસ્મય બતાવી પૂછ્યું. ‘ા. મારો પ્રેમ : શુદ્ધ પ્રેમ ઃ અચલ પ્રેમ !' ‘જોજો, હોં, નાગકન્યાઓ ઝડપથી પ્રેમ ઝીલી લે છે' ‘હું તમારી પાસે એ જ માગું છું.' ‘તમે ક્યાં નિવાસ કરો છો ?' શાલ્મલી* દ્વીપની સામે - રોમનગરમાં.' ‘તમે અહીં રહેશો ! કે રોમ જશો ?’ ‘તમારી ઇચ્છા એ મારો આદેશ.’ ‘રોમનો જુઠ્ઠા છે.’ ‘રોમનો જુઠ્ઠા ? ખોટો આરોપ મૂકો છો.' ક્ષમાએ સહજ સંકોચ પામી કહ્યું. નાગકન્યાની આંખો ક્ષમાના હૃદય સુધી ઊતરી જતી લાગી. ‘ઠીક, હું સાબિત કરી આપીશ. વારુ, અહીં જ ઊભાં રહેવું છે કે આગળ વધવું છે ?’ નાગકન્યાએ પૂછ્યું. ‘આગળ વધવું છે.’ ‘તો ચાલો.’

  • શાલ્મલી દ્વિપઆફ્રિકાનો પૂર્વ કિનારો - શ્રી મૂળશંકર યાજ્ઞિકના મત પ્રમાણે.