પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬ : ક્ષિતિજ
 

૪૬: ક્ષિતિજ ‘જી.’ ‘તેને ભ્રમણા થઈ છે કે તે પુરુષ છે.' તેને ખાતરી કરી આપ કે તે સ્ત્રી છે.' ક્ષમા અને ઉત્તુંગે નાગકન્યાની સામે જોયું. નાગકન્યાના નિર્દોષ રમતિયાળ મુખ ઉપર કઠોરતા છવાઈ રહી હતી. ‘પછી ?’ ઉત્તુંગે સહજ પૂછ્યું. ‘પછી - તેની ખાતરી થાય એટલે... તું એને પરણી જજે.’ ઉત્તુંગ અને ક્ષમા બંનેએ ચમકી પરસ્પરની સામે જોયું. ક્ષમાને ઉત્તુંગના દેખાવે કમકમી પ્રેરી. ‘મને ? પરણશે ? મારી મરજી વિરુદ્ધ ?' ક્ષમાએ અત્યંત ક્રોધમાં આવી પૂછ્યું. ‘હ્ય.’ નાગકન્યાએ નિર્દય જવાબ આપ્યો. ‘આનું પરિણામ ભયંકર છે.' ક્ષમા બોલી. ‘હું જાણું છું. કાળાની કાળાશ અને ઊજળાંનો ઘમંડ મળતાં કોઈ ભયાનક વિકૃતિ ઊભી થશે.' ‘અને તે મારી મરજી વિરુદ્ધ ?' ‘રોમનો પરદેશમાંથી ગુલામો પકડે છે ત્યારે તેઓ પરાજિતની ઇચ્છા પૂછે છે ખરા ?’ ‘મને - એક રોમનને ગુલામ તરીકે પકડવા ધારો છો ?' ‘નહિ. અમે રોમનો જેટલાં ક્રૂર નથી.’ ‘કેમ ?’ ‘તમારી માફક કેદી સ્ત્રીને અમે ગુલામી આપતાં નથી. અમે તેને પત્નીત્વ આપીએ છીએ. ઉત્તુંગ ! સંભાળ.’ કહી નાગકન્યા વનપ્રદેશમાં અદૃશ્ય થઈ ગઈ.