પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨ : ક્ષિતિજ
 

૮૨ : ક્ષિતિજ

ભૂગર્ભમાં જાણે મોટું શહેર વસ્યું હોય એમ ક્ષમાને ભ્રમણા થઈ. તે પોતે કોઈ ઊંચા મિનારા ઉપરથી એ શહેરને નિહાળતી હોય એમ દેખાયું. એક માણસ સરળતાથી ઊતરી શકે એવી સીડી ઉપરની અને નીચેની સૃષ્ટિને જોડી રહી હતી. ચોખ્ખા વાઘસૂરો તેને સંભળાયા. આ સીડી નીચે આવેલા કોઈ મંદિરની એક અગાસીમાં તે ઊતરતી હોય એમ તેને દેખાયું. નીચે દીપકો બળતા હતા. ગીતની સાથે નૃત્ય પણ થતું હોય એમ ઘૂઘરઝમકારથી તેને સમજાયું. તેણે પોતાની આસપાસ જોયું : શાંત શૂન્ય વન અંધકારમાં વેરાયલું પડ્યું હતું. તેણે નીચે જોયું ઃ કોઈ અકલ્પ્ય જાગૃતિનો તેને ભાસ થયો. શું આખા વનની નીચે આવાં નાગશહેરો પથરાયાં હશે ? જળમાં સ્થળ બનાવે અને સ્થળમાં જળ બનાવે એવા સમર્થ શિલ્પીઓ આર્યાવર્તના અસુરોમાં હતા એવી દંતકથાઓ તેણે સાંભળી હતી. એ શિલ્પીઓની દંતકથા અત્યારે તેને સત્યકથા લાગી. અસુર, નાગ અને આર્ય એ ત્રણે જાતિ મિશ્ર બનતી જતી હતી કે શું ? નાગવન કરતાં નાગનગર - પાતાળ વધારે દર્શનીય હશે એમ ક્ષમાને લાગ્યું. સાહસજીવી ક્ષમા આ દૃશ્ય જોવાનો પ્રસંગ જતો કરે ખરી ? પરંતુ એ જોવામાં તે પોતાને મળતી એક તક જતી કરતી હશે તો ? પેલા વૃદ્ધ રોમને તેને જ્યાં નાસી જવાય ત્યાં નાસી જવાની સલાહ આપી હતી. કદાચ નીચે વસતી પ્રજા નાગપ્રજા ન પણ હોય ! નાગપ્રજાના જુલ્મથી બચવા માટે આવી વસાહત થઈ હોય તો ? શા માટે આ નવીન જીવન સમજવાની તક તેણે ખોવી જોઈએ ? ફરી પકડાશે તો બીજી કોઈ યુક્તિ થઈ શકશે. નાગશસ્ત્ર તેને મળ્યાં હતાં. એનો ઉપયોગ અનેક શક્યતાઓ ઊભી કરતો હતો. ધીમે રહી તે નીચે ઊતરી. પચાસેક પગથિયાં નીચે ઊતરતાં તે એક મંદિરની અગાસી ઉપર આવી. મંદિરના ઘુંમટની બાહ્ય રચનામાં જ આ સીડીનાં પગથિયાં ગોળાકારમાં રચાયાં હતાં. શિખરની ટોચ કળશના સ્વરૂપની હતી. પરંતુ એ કળશ માત્ર દૃશ્યરૂપ હતો. કળશનું ઘડતર ઉપર વનમાં ખૂલતી નાનકડી બારીનું સ્વરૂપ ધારણ કરતું હતું; તેની ઉપર વિચિત્ર શિલાની બેઠક ગોઠવવામાં આવી હતી. રોમ અને ગ્રીસનાં ભવ્ય સ્થાપત્યો કરતાં આ જંગલી દેખાતી પ્રજાનું સ્થાપત્ય ઊતરતું ભાગ્યે જ કહી શકાય. પગથિયાંની જોડે ધ્વજદંડ ગોઠવાયલો હતો. એ ધ્વજ અત્યારે પણ ફરકતો હતો. જમીનની અંદર કોતરેલા આ શહેરમાં હવા-અજવાળું કેવી રીતે આવતાં હશે તેનો વિચાર કરતી ક્ષમા જોઈ શકી કે ત્યાં પુષ્કળ હવા આવી રહી હતી. અગાસીમાં એક ખૂણે ઊભાં રહી તેણે ઉપર જોયું. તે ટોચથી