પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 1.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪
ગાંધીજીનો અક્ષરદેહ
૩૪
લંડન ડાયરીમાંથી

________________

સ્થિર અને આધાર રાખવા લાયક જણાયા નહોતા કેમ કે પોતાની જમીનમાંથી જે કંઈ આછુંપાતળું મળે તેના પર દહાડા કાઢવામાં તેમને સંતોષ હતો અને તેમાંના મોટા ભાગના રોજ પર કામ કરવાને ઇંતેજાર નહોતા. બ્રિટિશ સંસ્થાનોએ તેથી હિંદના બ્રિટિશ રાજકર્તાઓ સાથે હિંદી મજૂરોને કરારથી બાંધી દક્ષિણ આફ્રિકામાં મંગાવવાની વ્યવસ્થા કરી. ૧૮૬૦ની સાલમાં એવા મજૂરોની પહેલી ટુકડી દક્ષિણ આફ્રિકા પહોંચી. પોતાના કરારની મુદત પૂરી થયે આ મજૂરો કાં તો હિંદ પાછા ફરી શકતા અથવા ફરી પાંચ વરસની મુદતને માટે નવા કરારથી બંધાઈ દક્ષિણ આફ્રિકામાં રહી શકતા અથવા પોતાને હિંદ પાછા ફરવાને માટે આગબોટના ભાડાની રકમ જેટલી કિંમતની જમીન સરકાર તેમને આપે તેના પર સ્વતંત્ર નાગરિકો તરીકે ત્યાં રહી શકતા. આ મજૂરો સામાન્યપણે હિંદના ગરીબમાં ગરીબ લોકોમાંથી આવતા, તંદુરસ્તીને પોષક સ્વચ્છ રહેણીકરણીની તાલીમ વગરના અને ઘણી બાબતોમાં પછાત હતા. તેમની પાછળ તરત જ તેમની જરૂરિયાતો પૂરી પાડવાને હિંદી વેપારીઓ આવ્યા. દક્ષિણ આફ્રિકાની હિદી વરતીની મૂળ શરૂઆત આ રીતે થઈ. આવી જાતના બીજા મજૂરોને દક્ષિણ આફ્રિકા મોકલવાને માટેનો નવો કરાર કરતી વખતે ૧૮૬૯ની સાલમાં હિંદુસ્તાનની સરકારે ચોખ્ખી શરત કરાવી હતી કે પોતાના કરારની મુદત પૂરી થયા બાદ એ મજૂરોને સમાન દરજજો મળશે, તેમને રાજ્યના સામાન્ય કાનૂનો લાગુ પડશે અને તેમની સાથે કાયદાની બાબતમાં અથવા વહીવટના અમલની બાબતમાં ભેદભાવ રાખવામાં નહીં આવે. આવા મજૂરોની માગણી કરનારી નાતાલની સરકારે આ શરત મંજૂર રાખી હતી અને ત્યાર બાદ ૧૮૭૫ની સાલમાં લંડનની બ્રિટિશ સરકારે પણ તે વાત મંજૂર રાખી હતી. વળી પોતાના ૧૮૫૮ની સાલના ઢંઢેરામાં બ્રિટિશ રાણએ “અમારા હિંદી મુલકના વતનીઓને” “અમારા બીજા પ્રજાજનોના અધિકાર જેવા જ અધિકારો” રહેશે એવી બાંયધરી આપી હતી. ' પણ ડચ લોકો હિંદીઓ દક્ષિણ આફ્રિકામાં ટકી પડે તે વાતનો પહેલેથી એકસરખો વિરોધ કરતા આવ્યા હતા. ચીની સમેત બીજા એશિયાવાસી મજૂરોને હરાવવામાં આવેલી મુદતને માટે લાવવામાં આવે અને તે પૂરી થયે તરત જ તેમને પોતપોતાના મુલકમાં પાછા મોકલી દેવામાં આવે એવી તેમની ઇચ્છા હતી. આફ્રિકાવાસી કાળા લોકોને તેમને માટે નક્કી કરી આપવામાં આવેલા વિસ્તારોમાં અલગ રાખી પોતાનાં સંસ્થાના કેવળ ગોરાં રહે એવું તે ઇચ્છતા હતા. | ત્યાં વસવાટ કરી રહેલા બ્રિટિશ લોકોની પણ એવી જ ઇચ્છા હતી કેમ કે બીજા યુરોપિયન ધંધાદારીઓની માફક ખેતીમાં તેમ જ વેપારમાં હિંદીઓ તેમને પણ ભયંકર હરીફો જણાયા હતા. હિંદી ખેડૂતે એ મુલકમાં નવાં ફળ અને શાકભાજી દાખલ કરી તેમને ઓછે ખરચે ને મોટા જથ્થામાં પેદા કરવા માંડયાં અને તેથી ગોરા ખેડૂતને મળતા ભાવ ઊતરી ગયા. હિંદી વેપારી ઓછે ખરચે રહેતો, દુકાન ચલાવવાને સાધનો કે માણસોમાં નહીં જેવો ખર્ચ કરતો એટલે બ્રિટિશ કે ડચ વેપારીઓના કરતાં ઓછે ભાવે પોતાનો માલ વેચી શકતો. તેથી ગોરાઓને - એવી બીક લાગી કે હિંદીઓને મુલકમાં છૂટથી આવવા દેવામાં આવશે અને ફાવે તે રીતે વેપારમાં કે ખેતીમાં જામી જવા દેવામાં આવશે તો તે બધા મળીને પોતાને લાચાર કરી મૂકશે. તે મુજબ હિંદીઓ પર અસંખ્ય નિયંત્રણો ને અંકુશ મુકાયાં, એમાંનો સૌથી પહેલો નિયંત્રણનો કાયદો ડચ પ્રજાસત્તાક ટ્રાન્સવાલનો ૧૮૮૫ની સાલનો ત્રીજો કાનૂન હતો. તેનાથી Gandhi Heritage Portal