પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 1.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯
ગાંધીજીનો અક્ષરદેહ
૫૯
લંડન ડાયરીમાંથી

________________

મિ. લેલીને પત્ર ૧૫ હતું. આખરે વહાણ લડન જવાને નીકળ્યું. ચોવીસ કલાકમાં અમે લંડન પહોંચી ગયા, અને સ્ટીમર છોડી ૧૮૮૮ની સાલની ઓકટોબર માસની ૨૮મી તારીખે બપોરે ચાર વાગ્યે દિલબરી સ્ટેશન થઈને વિકટોરિયા હોટલમાં પહોંચી ગયા. २८मी ओक्टोबर, १८८८ शनिवारथी २३मी नवेम्बर, शुक्रवार. | મિ. મજમુદાર, મિ. અબદુલ મજીદ અને હું વિકટોરિયા હોટલે પહોંચ્યા. મિ. અબદુલ મજીદે ઘણા રુઆબથી વિકટોરિયા હોટલના દરવાનને અમને લઈ આવનાર ગાડીવાળાને રીતસરનું ભાડું આપી દેવાને જણાવ્યું. મિ. અબદુલ મજીદને પોતાને વિષે ઘણો ઊંચો ખ્યાલ હતો, પણ મારે અહીં નોંધવું જોઈએ કે તેમનો પહેરવેશ કદાચ દરવાનના પહેરવેશ કરતાંયે બદતર હતો. તેમણે સામાનની પણ પરવા ન કરી અને લાંબા વખતથી લંડનમાં રહેતા હોય તેવી અદાથી હોટલમાં પગ મૂક. હોટલના ભપકાથી હું છેક અંજાઈ ગયું. આવો ભપકો મારી જિંદગીમાં મેં જોયો નહોતો. મારું કામ માત્ર ચૂપચાપ મારા બે મિત્રોની પાછળ પાછળ જવાનું હતું. આખીયે હોટલમાં વીજળીના દીવા હતા. અમને એક ઓરડામાં દાખલ કરવામાં આવ્યા. મિ. મજીદ તેમાં એકદમ ગયા. મેનેજરે તેમને એકદમ પૂછ્યું, તમે બીજા માળ પર રહેવાનું પસંદ કરશો કે? પોતાના મોભાને શોભે નહીં એમ ગણીને મિ. મજીદે ભાડા વિશે પૂછયા વગર હા કહી કે બીજે માળે ફાવશે. મૅનેજરે અમને દરેક જણને રોજના ૬ શિલિંગના ભાડાનું બિલ આપ્યું અને અમારી સાથે નોકરને મોકલ્ય. આખો વખત મને મનમાં ને મનમાં હસવું આવતું હતું. બીજે માળે અમારે લિફટમાં જવાનું હતું. મને લિફ્ટ શું તેની ઝાઝી ખબર નહોતી. નોકરે કશાકને પોતાની આંગળી અડકાડી અને હું સમજ્યો કે એ બારણાનું તાળું છે. પણ પાછળથી મને જાણવા મળ્યું કે એ ઘંટડીનું બટન હતું અને તેણે તે વેઇટરને લિફટ નીચે લાવવાનું જણાવવાને વગાડી હતી. બારણાં ઉઘાડવામાં આવ્યાં અને હું સમજ્યો કે એ ઓરડામાં અમારે થોડો વખત બેસવાનું છે. પણ મારા ભારે અચંબા વચ્ચે અમને બીજે માળે પહોંચાડી દેવામાં આવ્યા. [અધૂરું, મૂિળ અંગ્રેજી) - પ. મિ. લેલીને પત્ર૧ લંડન, ડિસેમ્બર, ૧૮૮૮ વહાલા સાહેબ, | આપને મારે મળવાનું થયેલું ત્યારે આપે મને કહેલું કે ચિઠ્ઠી હું સાચવી રાખીશ. તે ચિઠ્ઠી જૉશ એટલે આપ મને ઓળખી શકશો. . | તે વખતે મારાથી ઇંગ્લંડ જવાનું બની શકે તેના સાધન તરીકે થોડી નાણાંની મદદ આપવાની મ આપને વિનંતી કરેલી; પણ કમભાગે આપ બહાર જવાની ઉતાવળમાં હતા; તેથી મારે આપને જે કહેવું હતું તે કહેવા જેટલો વખત મને મળ્યો નહોતો. ૧. ગાંધીજીએ પોતાના વડીલ ભાઈ લક્ષ્મીદાસ ગાંધીને મિ. લેલી પર લખવાના પત્રને મંજૂરી માટે મેકલાવેલો મુસદ્દો. Gandhi Heritage Portal