પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 1.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧
ગાંધીજીનો અક્ષરદેહ
૬૧
લંડન ડાયરીમાંથી

________________

૬. કર્નલ જે. ડબલ્યુ. વટસનને પત્ર ડિસેમ્બર, ૧૮૮૮] કર્નલ જે. ડબલ્યુ. વૉટસન પોલિટિકલ એજન્ટ કાઠિયાવાડ વહાલા સાહેબ, આ દેશમાં ઊતર્યાને મને છ કે સાત અઠવાડિયાં થયાં છે. હવે હું ઠીક ઠીક ઠરીઠામ થયો છે અને મારો અભ્યાસ પણ સારી રીતે શરૂ થઈ ગયો છે. મારો કાયદાના ભણતરનો અભ્યાસક્રમ પૂરો કરવાને હું ઈનર ટેમ્પલમાં જોડાયો છું. | આપ તો બરાબર જાણો છો કે ઇંગ્લંડમાં જીવન ઘણું ખરચાળ છે અને અહીં આવ્યા બાદ મને તેનો જે થોડો અનુભવ થયો છે તે પરથી હું જોઉં છું કે હિંદમાં હું હતો ત્યારે મેં મારા મનને મનાવેલું તેના કરતાં પણ તે વધારે ખરચાળ છે. આપ જાણો છો કે મારાં સાધન ઘણાં ટૂંકાં છે. બહારથી વધારાની કંઈક મદદ મેળવ્યા વગર હું નથી ધારતો, હું ત્રણ વરસનો અભ્યાસક્રમ સંતોષકારક રીતે પૂરો કરી શકું. મારા પિતાની બાબતમાં આપ ઘણો રસ લેતા અને આપે તેમને આપના મિત્ર માન્યા હતા એ વાત મને યાદ છે અને તેથી મને જરાયે શંકા નથી કે તેમના હિતની જે કંઈ બાબત હોય તેમાં આપ તેવો જ રસ લેશો અને મને વિશ્વાસ છે કે આ દેશમાં મારે પૂરા કરવાના અભ્યાસમાં સરળતા કરી આપવાને કંઈક સંગીન મદદ મેળવી આપવામાં પૂરો પ્રયત્ન કર્યા વગર રહેશો નહીં. એમ કરી આપ મારા પર મોટો અને અત્યંત જરૂરનો ઉપકાર કરશો. | ડૉ. બટલરને હું થોડા દિવસ પર મળ્યો હતો. તેઓ મારા પર ઘણી માયા રાખે છે અને બની શકે તેવી બધી મદદ આપવાને તેમણે મને કહ્યું છે. ' અહીંની હવા હજી બહુ સખત ઠંડીની જણાઈ નથી. મારી તબિયત ઘણી સારી છે. પૂરા આદર સાથે, હું છું, વહાલા સાહેબ, આપનો વફાદાર મો. ક. ગાંધી [મૂળ અંગ્રેજી] મમિ, પુ. ૧; મૂળ લખાણની છબી પરથી. પાઇ વહ ' છેવાય. Gandhi Hektaca Bortal