પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૬
ગાંધીજીનો અક્ષરદેહ.

૨૭૪ ગાંધીજીનો અક્ષરદેહ કે જેમણે સૈન્યનાં સૈન્ય ભેગાં કરીને સમ્રાજ્ઞીની સેવામાં ધરેલાં છે અને ભારે મુશ્કેલી અને સંકટના સમયમાં, દાખલા તરીકે, હિંદમાં થયેલા બળવાના પ્રસંગે, તેમણે પોતાની વફાદારીથી સામ્રાજ્યને બચાવી લીધું છે. હું કહું છું કે જેમણે આ બધું નજરે જોયું છે એવા તમે આ લોકોનું અપમાન નહીં કરી શકો, જે તમારા હેતુ માટે તદ્દન અનાવશ્યક છે અને જે વૈમનસ્ય, અસંતોષ અને ચીડ પેદા કરે એવી ગણતરી છે અને જે નામદાર સમ્રાજ્ઞીની જ નહીં, પણ તેમની બધી પ્રજાની, લાગણીને અરુચિકર છે, હું માનું છું કે તમારે જે વસ્તુ સાથે કામ પડવાનું છે તે તો છે વસાહતીઓના ચારિત્ર્યનું. કોઈ માણસનો રંગ આપણાથી જુદો છે તેટલા માટે એ અનિવાર્યપણે અનિચ્છનીય વસાહતી નથી થઈ જતો, પણ એ ગંદો હોય તેથી કે અનીતિમાન હોય તેથી કે અકિંચન હોય તેથી અથવા જેની સામે એવો બીજો કોઈ વાંધો હોય જેની પાર્લમેન્ટના કાયદાથી વ્યાખ્યા કરી શકાય અને જેને આધારે, તમે જેને ખરેખર બાકાત રાખવા ઇચ્છતા હો તેને બાકાત રાખવાનું ગોઠવી શકો. ત્યારે, ગૃહસ્થો, મને ખાતરી છે કે આ બાબત આપણી વચ્ચે મૈત્રીભરી સલાહ મસલતથી પતાવવાની બાબત છે. હું કહી ગયો છું તેમ, નાતાલ સંસ્થાને એવી વ્યવસ્થા ગોઠવી છે જે, હું માનું છું, તેમને સંપૂર્ણ સંતોષ આપનારી છે; અને યાદ રાખજો કે બનતા સુધી તેમનું હિત તમારા કરતાં પણ વધારે છે, કેમ કે તેઓ એ વસાહતીઓની વધુ નજદીક છે જે તેમને ત્યાં ઘણા મોટા પ્રમાણમાં પહેલેથી આવવા શરૂ થયા છે. નાતાલવાળાઓએ એક એવો કાયદો પસાર કર્યો છે, જે તેઓ માને છે કે, તેમને જોઈએ છે તે બધું આપી શકશે અને જેને તેમણે (એશિયાઈઓએ) લીધેલો વાંધો લાગુ પડતો નથી, અને જે આ (આપણા) વાંધા સાથે પણ સંઘર્ષમાં આવતો નથી, જે વાંધામાં તો, મને ખાતરી છે કે આપ અમારી સાથે છો. આથી કરીને હું આશા રાખું છું કે તમારી આ મુલાકાત દરમિયાન આપણે એવા સ્વરૂપની શબ્દરચના ગોઠવી શકીશું જેથી નામદાર સમ્રાજ્ઞીની પ્રજા પૈકી કોઈની લાગણીઓને આઘાત ન લાગે, અને સાથે સાથે ઑસ્ટ્રેલિયન સંસ્થાનોને, જે વર્ગના આક્રમણ સામે તેઓ ન્યાયી રીતે વાંધો લે છે તેની સામે, પૂરતું રક્ષણ મળી રહે. [મૂળ અંગ્રેજી] કૉલોનિયલ ઑફિસના કાગળપત્રો. પાર્લમેન્ટને લગતા કાગળો: ૧૮૯૭: ગ્રંથ ૨, નં. ૧૫.