પ્રસ્તાવના વાચકો તો શું માન હિંદુસ્તાનમાં ગાળેલું એક વર્ષ (૧૯૦૧-૧૯૦૨) બાદ કરતાં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં વિતાવેલાં ૧૮૯૮થી ૧૯૦૩નાં વર્ષોનો ગાળો દક્ષિણ આફ્રિકાના હિંદીઓના હિત માટે ઉપાડેલી જબરજસ્ત ઝુંબેશનો હતો. આ સમય તેમની અંગત તેમ જ જાહેર જિંદગીમાં ઘણો મહત્ત્વનો હતો. આ વખતે તેમને પોતાની જીવનપ્રણાલી સરળ બનાવવાની અને પોતાના માનવબંધુઓ માટે સેવાનું કંઈક સ્થાયી કાર્ય કરવાની આંતરિક પ્રેરણા થઈ અને તે નિરંતર વધતી ચાલી. એમણે ડરબન ઇન્ડિયન હૉસ્પિટલમાં સામાન્ય સહાયક તરીકે રોજના એક બે કલાક કામ કર્યું જેથી તેઓ ગિરમીટિયા હિંદીઓના ગાઢ સંપર્કમાં આવ્યા. માંદાંની માવજતમાં અને બાળકોની સંભાળમાં પણ તેઓ વિશેષ રસ લેતા થયા... ૧૮૯૮ના વરસમાં ગાંધીજીએ નાતાલ ઇન્ડિયન કોંગ્રેસના સભાસદો તેમ જ ફાળો વધાર- વાના ઘણા પ્રયત્ન કર્યા. ૧૮૯૯માં બોઅર યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે તેમણે ઇન્ડિયન ઍમ્બ્યુલન્સ કોરની યોજના કરી અને તેની સેવા નાતાલ સરકારને અર્પી. તે સમયે તેઓ બ્રિટિશ નાગરિક હોવા માટે ગૌરવ અનુભવતા હતા અને દક્ષિણ આફ્રિકાના હિંદીઓ સામે તેઓ માત્ર સ્વાર્થ સાધનારા અને ધનના ભૂખ્યા છે એવો જે આક્ષેપ ઘણી વખત કરવામાં આવતો તેને ખોટો પુરવાર કરવા આતુર રહેતા. રણક્ષેત્ર પરનાં છ અઠવાડિયાં દરમિયાન તેમણે અને કોરના બીજા માણસોએ ઘણી વાર તો વરસતી ગોળીઓ વચ્ચે રહીને જે સેવા કરી તેની સૌએ હાદિક પ્રશંસા કરી હતી. કેટલાક વખત પછીથી ક્લકામાં ભાષણ કરતાં ગાંધીજીએ રણમેદાન પર મળેલા આ કીમતી અનુભવની વાત સંભારી હતી. ત્યાંની સંપૂર્ણ વ્યવસ્થા અને પવિત્ર શાંતિને ટ્રેપિસ્ટ સાધુઓના મઠના વાતાવરણ સાથે સરખાવતાં તેમણે કહ્યું: ‘‘બ્રિટિશ સૈનિક તે વખતે બધી રીતે પ્રિય લાગતો હતો. તેમને અર્જુનની પેઠે શુદ્ધ કર્તવ્યની ભાવના રણમેદાન પર લઈ ગઈ હતી. અને શું એ ભાવનાએ કેટલાયે અભિમાની, ઉદ્ધત અને જંગલી જીવોને ભગવાનના વિનમ્ર જીવાત્માઓ નથી બનાવી દીધાં?’’ ૧૯૭૧ના ઑકટોબરમાં મીંજીને લાગ્યું કે દક્ષિણ આફ્રિકામાં તેમનું કામ પૂરું થયું છે અને તેમણે હિંદુસ્તાન જવાનો નિર્ણય કર્યો. ત્યાંના એમના દેશબંધુઓએ તેમને માનપત્ર તથા કીમતી ભેટો આપીને એમના પ્રત્યેનો પોતાનો પ્રેમ અને આદર વ્યક્ત કર્યો. પરંતુ ગાંધીજીએ તો એ ભેટો બેંકમાં મૂકી અને એમાંથી એક એવું ટ્રસ્ટ બનાવ્યું કે જેનાં નાણાં દક્ષિણ આફ્રિકામાં જાહેર કાર્ય માટે વપરાય. ઘણી મુશ્કેલીથી અને પોતાની સેવાની જરૂર પડે ત્યારે પાછા ફરવાનું વચન આપ્યા પછી જ ગાંધીજી હિંદ રવાના થઈ શકયા. દેશમાં પાછા આવ્યા બાદ ગાંધીજીએ હિંદી રાષ્ટ્રીય મહાસભાની કલકત્તામાં મળેલી બેઠકમાં હાજરી આપી અને દક્ષિણ આફ્રિકા વિષે ઠરાવ રજૂ કર્યો. એ દેશમાં વસતા હિંદીઓની સ્થિતિ વિષે તેમણે જાહેર સભાઓમાં ભાષણ કર્યાં. અને તેઓ ઘણા આગળ પડતા હિંદી નેતાઓને મળ્યા. ખાસ કરીને શ્રી ગોખલે તરફ તેઓ વિશેષ આકર્ષાયા અને તેમની સાથે તેઓ કલકત્તામાં એક મહિનો રહ્યા,
પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 3.pdf/૧૧
દેખાવ