લખાણ પર જાઓ

પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 3.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧. બ્રિટિશ એજન્ટને પત્ર [૧૮૮૬માં સુધારવામાં આવેલા ૧૮૮૫ના કાયદા ૩ પ્રમાણે “મજૂરી, આરબો, મલાયાના લોકો અને તુર્કી સામ્રાજયના મુસ્લિમ પ્રજાજનો”ને નાગરિકતાના હકોથી તેમ જ સ્થાવર મિલકત રાખવાના હકથી વંચિત રાખવામાં આવ્યા હતા. હિંદીઓને આ કાયદો લાગુ પડી શકે કે કેમ તે બાબતમાં ટ્રાન્સવાલની સરકાર તથા શાહી સરકાર વચ્ચે મતભેદ હતો. ઑરેન્જ ફ્રી સ્ટેટના મુખ્ય ન્યાયાધીશને આ બાબતની લવાદી સોંપવામાં આવી. તેમણે નક્કી કર્યું કે હિંદના અને બીજા એશિયાઈ વેપારીઓ સાથેના વહેવારમાં આ કાયદો લાગુ પાડવાનો ટ્રાન્સવાલ સરકારને અધિકાર હતો અને તે લાગુ પાડવાની તેની ફરજ હતી. પરંતુ જયારે એવા લોકો તરફથી વાંધો ઉઠાવવામાં આવે કે તેમની સાથે કરવામાં આવતો વર્તાવ કાયદાની જોગવાઈ પ્રમાણેનો નથી ત્યારે અદાલતો પાસે કાયદાનો અર્થ કરાવવામાં આવે. નીચેનો પત્ર ત્યાર પછી ઉપસ્થિત થયેલી ઘટનાઓના સંબંધમાં છે.] પ્રિટોરિયા, ફેબ્રુઆરી ૨૮, ૧૮૯૮ પ્રતિ સમ્રાજ્ઞીના એજન્ટ, પ્રિટોરિયા સાહેબ, અમે નીચે સહી કરનાર પ્રિટોરિયા અને જોહાનિસબર્ગના બ્રિટિશ હિંદી પ્રજાજન, ટ્રાન્સવાલના બ્રિટિશ હિંદી સમાજના પ્રતિનિધિઓ તરીકે નમ્રતાપૂર્વક વડી સરકારનું ધ્યાન ખેંચવા માગીએ છીએ કે વડી સરકારની સૂચના મુજબ અમે ૧૮૮૬માં સુધારવામાં આવેલા ૧૮૮૫ના કાયદા ૩ની વ્યાખ્યા કરાવવા માટે દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાકની વડી અદાલતમાં` પગલાં લેવા માગીએ છીએ. આ વ્યાખ્યા બ્લૂમફોન્ટીનના મુખ્ય ન્યાયાધીશ દ. વિલિયર્સના નિર્ણયની શરતો અનુસારર કરાવવામાં આવશે. આમ કરવાનો હેતુ બ્રિટિશ હિંદી પ્રજાજનોને આ રાજ્યનાં શહેરો અને ગામોમાં વેપાર કરવાનો હક છે કે નહીં એ બાબતનો નિર્ણય કરાવવાનો છે. વડી સરકારે આ બાબતમાં અમારા તરફથી છેવટ લગીની કાર્યવાહી ન કરવાનો નિર્ણય કર્યો છે તે માટે અમે દિલગીરી વ્યક્ત કર્યા વિના રહી શકતા નથી. કારણ કે અમે આશા રાખી ૧. તૈયબ હાજી મહમદ વિરુદ્ધ ડૉ. વિલેમ નૅહાનિસલીડસ રાજ્યમંત્રી દક્ષિણ આફ્રિકાના પ્રાસત્તાકના આ પરીક્ષણાત્મક દાવા તે જ દિવસે દાખલ કરવામાં આવ્યા હતા. છેવટે ૧૮૯૮ના ઑગસ્ટની ૮મી તારીખે એને ચુકાદો હિંદીએ વિરુદ્ધ આવ્યા હતા. ૨. જીએ પુસ્તક ૧, પા. ૧૩૨, ૧૪૩) ઇર ગાં.૩–૧