ગાંધીજીનો અક્ષરદેહ માણસ છે અને તેની પ્રામાણિકતા તેમ જ વેપારી કુનેહ બાબત નાતાલની ચાર યુરોપિયન પેઢીઓએ ખાતરી આપી છે. હું આશા રાખું છું કે પરિષદ પરવાનો આપશે. મિ. ટેલરે ઠરાવ મૂકો કે પરવાના અધિકારીના નિર્ણયને બહાલી આપવી. મિ. કલાર્ક ઠરાવને ટેકો આપ્યો. ઠરાવ વિના વિરોધે પસાર થયો. [મૂળ અંગ્રેજી] વિ નાતાજ મર્ક્યુરી, ૩-૩-૧૮૯૮ ૩. દંડ પાછે મેળવવા માટેની અરજી ૫૩એ, ફીલ્ડ સ્ટ્રીટ, ડરબન માર્ચ ૯, ૧૮૯૮ ટાઉન કલાર્ક, ડરબન સાહેબ, જૂસા જના અને બીજા કેટલાક લોકો જેમની પાસે ખાલી જગ્યા પર બેસીને વેચાણ કરવાનો સરકારી પરવાનો છે અને જેઓ બંદર પાસે ખુલ્લી જગ્યામાં ડબલ રોટી વગેરે વેચે છે તેમના પરભોજનાલય ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેમનો દ૨ેકનો એક પાઉન્ડ દંડ કરવામાં આવ્યો હતો. પરંતુ ડાયર વિરુદ્ધ મૂસાના મુકદ્દમા પ્રમાણે આ મુકદ્દમામાં મૅજિ સ્ટ્રેટે આપેલો નિર્ણય ખોટી ઠરશે. ડાયર વિરુદ્ધ મૂસાના મુદ્દાની અપીલનો ચુકાદો ઉપરોક્ત મુકદ્દાનો નિકાલ થયા પછી આવ્યો હતો. આ સંજોગો હેઠળ નગર પરિષદ આ માણસોએ ભરેલા દંડની રકમ પાછી વાળવાની કૃપા કરશે? [તા. ક.] આપનો વિશ્વાસુ મો. ક. ગાંધી વરિષ્ઠ અદાલતે ચુકાદો રદ કર્યો છે એટલે મૂસાને થયેલો પાંચ શિલિંગનો દંડ કે જે એણે ભરી દીધો છે તે પણ હું પાછો માગી શકું? [મૂળ અંગ્રેજી] ડરબન ટાઉન કાઉન્સિલ રેકર્ડ્સ; પત્ર નં. ૨૩૫૯૬, ભાગ ૧૩૪. મો. ક. ગાંધી ૧. આ કાગળ ગાંધીજીના હસ્તાક્ષરમાં છે.
પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 3.pdf/૪૦
Appearance