પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
આજે નિશાળે નથી જાવું
૧૪૯
 

શિક્ષક બાળકને પૂછે છે : “હેં ભાઈ, તમે ગાંડા છો કે ડાહ્યા ?”

બાળક : “હું તો ગાંડો છું.”

શિક્ષક : “કેમ ?”

બાળક : “હું ગાંડો છું એમ.”

શિક્ષક : “પણ ડાહ્યા નહિ ને ગાંડા કેમ ?”

બાળક : “હું રડું છું તેથી.”

શિક્ષક : “રડ્યાથી ગાંડા શું કામ ?”

બાળક : “બા કહે છે, બાપા કહે છે, આ નોકર પણ કહે છે કે રડીએ તો ગાંડા કહેવાઈએ. એટલે ગાંડા.”

શિક્ષક : “પણ તમે ગાંડા કે ડાહ્યા ?”

બાળક : “ગાંડા.”

શિક્ષક : “પણ ચાલો હું ગાંડા નથી કહેતો, ડાહ્યા કહું છું; તો ?”

બાળક : “પણ હું રડું તો છું; પછી ડાહ્યો કે ?”

શિક્ષક : “રડો છો શું કામ ?”

બાળક : “ઘરે જવું છે.”

શિક્ષક : “ત્યારે એમાં ગાંડા શું કામ ?”

બાળક : “બધાં કહે છે કે રડે તે ગાંડા.”

: ૧૦૭ :
આજે નિશાળે નથી જાવું

બાળક : “આજે નિશાળે નથી જવું.”

બાપા: “કંઈ નહિ, કાલે જજે.”

×××