પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૮
આ તે શી માથાફોડ
 
: ૪૭ :
કઇ બચલી સારી ?

૧.

મારી બચલી ! કાંઇ ડાહી છે બા ! ઘરનું એક રમકડુંય પાડોશીને ત્યાં જવા ન દે. ઊલટું ત્યાં ગઇ હોય તો એકાદ ઉપાડી આવે !

બા, કાંઇ હોશિયાર છે ! કદીયે ઘરની એકે વાત કોઇ ને ન કહે. પૂછે તો ઊલટું ઊંધું કહે !

બા કાંઇ સમજુ ! પારકાં ઇ પારકાં ને પોતાનાં ઇ પોતાનાં. બરાબર પોતા-પારકાનો ભેદ સમજે છે.

બા, કાંઇ ચતુર ! આપણે કહીએ કે કાકીમાને કહેજે કે ઘરમાં કોઇ નથી તો એવું ઠાવકું મોં રાખીને બોલે કે એમ જ લાગે કે બચલી સાવ સાચું બોલતી હશે !

૨.

મારી બચલી તો બા, સાવ ભાન વગરની છે. આટલાં બધા રમકડાં આણ્યાં, પણ ભાઇબંધોને જ આપી દે છે !

બા, એ તો સાવ ભોટ જેવી; સમજે જ ત્યારે કે ? ઘરમાં જે થાય તે બહાર જઇને કહી આવે; પેટમાં શું રખાય, બીજાને શું કહેવાય એની ખબર જ પડે તો કે ?

બા, ઇ તો સાવ અજડ જેવી; આ આપણું ને આ નહિ, એટલીયે ખબર ન મળે ! કો'ક આવે તો આ પાથરીને બેસે ને જે માગે તે આપે.

બા, ઇ તો તમારે સાવ ભોળી ભટાક ! જરા ય ખોટું