પૃષ્ઠ:Aarti Bhajan Stotra.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રથ્યાચરર્પટવિરચિત્તકન્ય:
પુણ્યાપુણ્યવિવર્જિતપન્થ: |
યોગી યોગનિયોજિતચિત્તો
રમતે બાલોન્મતવદેવ || ભજ ગોવિન્દમ્ || ૨૧ ||

અર્થ : જેણે માત્ર ગોદડી પહેરેલી છે, જે પુણ્ય અને પાપથી પર એવા માર્ગે ચાલે છે, પૂર્ણ યોગનાં ધ્યેયોમાં જેનું મન જોડાયેલું છે તેવો યોગી આનંદ માણે છે (પરમાત્માની ચેતનામાં) અને ત્યાર પછી એક બાળક કે એક પાગલની માફક રહે છે. ગોવિન્દને ભજ…. ગોવિન્દને ભજ….

કસત્વં કોડહં કુત આયાત:
કા મે જનની કો મે તાત: |
ઈતિ પરિભાવય સર્વમસારં
વિશ્વં ત્યકત્વા સ્વપ્નવિચારમ્ || ભજ ગોવિન્દમ્ || ૨૨ ||

અર્થ : તું કોણ છે ? હું કોણ છું ? હું ક્યાંથી આવ્યો ? મારી મા કોણ ? મારો બાપ કોણ ? અનુભૂતિનું સમસ્ત જગત જે અસાર અને માત્ર સ્વપ્નપ્રદેશ જેવું છે તેને છોડી આ રીતે તપાસ કર. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

ત્વયિ મયિ ચાન્યત્રૈકો વિષ્ણુ
વ્યર્થ કુપ્યસિ મય્યસહિષ્ણુ: |
ભવ સમચિત્ત: સર્વત્ર ત્વં
વાઝ્છસ્યચિરાધદિ વિષ્ણુત્વમ્ || ભજ ગોવિન્દમ્ || ૨૩ ||

અર્થ : તારામાં, મારામાં અને બીજાં (સર્વ) સ્થળોએ પણ માત્ર એક સર્વવ્યાપક સત્તા (વિષ્ણુ) છે, અધીર હોવાથી, તું મારી સાથે નકામો ગુસ્સે થાય છે. જો તું તુરંત વિષ્ણુત્વ ચાહતો હો તો બધા સંજોગોમાં સમતાવાળો થા. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

શત્રૌ મિત્રે પુત્રે બન્ધૌ
મા કુરુ યત્નં વિગ્રહસન્ધૌ |