પૃષ્ઠ:Aarti Bhajan Stotra.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અર્થ : મનુષ્ય દૈહિક ઉપભોગોમાં સત્વર મગ્ન થાય છે, પછીથી અરેરે ! શરીરના રોગો આવે છે. જોકે જગતમાં આખરી અંત મરણ જ છે છતાં મનુષ્ય પોતાનું પાપાચરણ છોડતો નથી. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

અર્થમનર્થ ભાવય નિત્યં
નાસ્તિ તત: સુખલેશ: સત્યમ્ |
પુત્રાદપિ ધનભાજાં ભીતિ:
સર્વત્રૈષા વિહિતા રીતિ: || ભજ ગોવિન્દમ્ || ૨૮ ||

અર્થ : ‘પૈસો અનર્થકારી છે’ તેમ નિત્ય વિચાર કર. ખરી વાત એ છે કે પૈસાથી કોઈ સુખ મળવાનું નથી. પૈસાદારને પોતાના પુત્રથી પણ ભય રહે છે. પૈસાની આ રીત બધે જાણીતી છે. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…

પ્રાણાયામં પ્રત્યાહારં
નિત્યાનિત્યવિવેકવિચારમ્ |
જાપ્યસમેત સભાધિવિધાનં
કુર્વવધાનં મહદવધાનમ્ || ભજ ગોવિન્દમ્ || ૨૯ ||

અર્થ : પ્રાણાયામ, પ્રત્યાહાર, નિત્ય અને અનિત્ય વસ્તુનો વિવેકરૂપી વિચાર, જપ અને સમાધિ – આ બધું કાળજીપૂર્વક કર…. ખૂબ કાળજીપૂર્વક કર. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…

ગુરુચરણામ્બુજનિર્ભરભક્ત:
સંસારાદચિરાભ્વ મુક્ત: |
સેન્દ્રિયમાનસનિયમાદેવં
દ્રક્ષ્યસિ નિજહૃદયસ્થં દેવમ્ || ભજ ગોવિન્દમ્ || ૩૦ ||

અર્થ : ઓ ! ગુરુના ચરણકમળના ભક્ત ! ઈન્દ્રિયો અને મનના સંયમ દ્વારા સંસારમાંથી તુરત મુક્ત થા. તું તારા હૃદયમાં જ વિરાજતા ઈશ્વરનો અનુભવ કરીશ. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….