પૃષ્ઠ:Aarti Bhajan Stotra.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


શિવમહિમ્ન સ્તોત્ર – પુષ્પદંત

|| શ્રી ગણેશાય નમ:|| ||
પુષ્પદંત ઉવાચ ||
મહિમ્ન: પાર તે પરમ વિદુષો યદ્યયસદશો
સ્તુતિ બ્રહ્માદિનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિર: |
અથાડવાચ્યા: સર્વ: સ્વમતિ પરિમાવધિ ગૃણન્
મમાપ્યેવ સ્તોત્રે હર: નિરપવાદ: પરિકર: || 1 ||

અર્થ : હે ભગવાન ! આપના નિર્ગુણ સ્વરૂપના મહિમાનો પાર પુરુષો જાણતા નથી, કારણકે આપના નિર્ગુણ સ્વરૂપ મનવાણીથી પર છે, તેમજ આપને પુરુષોએ કરેલી સ્તુતિ પણ વર્ણવી શકતી નથી. બ્રહ્માદિનો સંસ્કૃતભાષાનો શબ્દભંડાર પણ આપનું નિર્ગુણ સ્વરૂપ વર્ણવી શકતો નથી. બ્રહ્માદિકની વાણી પણ હે હર ! તમને વર્ણવવા માટે સમર્થ નથી, પક્ષી જેમ પોતપોતાની શક્તિ પ્રમાણે ઊડે છે, તે જ પ્રમાણે સર્વ જન પોતપોતાની બુદ્ધિને અનુસરીને આપની સ્તુતિ કરે છે. તેથી સર્વે સ્તુતિ કરનારાઓ તેમનો દોષ હોય તો પણ નિર્દોષ છે, આ મહિમ્નસ્તોત્ર બાબત મારો પ્રયત્ન પણ તે જ દ્રષ્ટિનો નિર્દોષ છે.