પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

આત્માના આલાપ - ૧૭૭ જણાવ્યું. પ્રહદીશ્વરને પુદુકે તાર મૂકીને તેમનાં પત્નીને બેલાવ્યાં તે બહેને આવીને મદુરમની સાથે રહી માની મમતાથી તેની સંભાળ લીધી. આ દરમિયાન લેણદાર મદુરમના મકાન પર જતીનું વૅરન્ટ લઈને આવ્યું. મકાન બીજે ગીરો મૂકીને પૈસા ચૂકવી આપવાનું પ્રહદીશ્વરનમામાએ કહ્યું. પણ લેણદાર મા નહિ, તેણે ઘર જપ્તીમાં લઈ લીધું, મદુરમને સંગીત વિનાયક શેરીમાં એક ભાડાનું મકાન મળી ગયું. આ વખતે નાગમંગલમના જમીનદારનાં પત્ની સમાચાર મળતાં ત્યાં આવ્યાં. મદુરમને તેમણે ઘણે ઠપકે આપે અને પિતાને ત્યાં આવવા કહ્યું. પણ મદુરને એક જ હઠ પકડી રાખી, હું નાગમંગલમ જાઉં એ તમને ગમે કે નહિ એવી તેને શંકા હતી, આ વાત પ્રહદીશ્વરનમામાનાં પત્નીએ મને પાછળથી જણાવી. ચારપાંચ મહિનાનું ઘરનું ભાડું અને દવાના પૈસા મદુરમ ન જાણે એમ જમીનદારનાં પત્નીએ આપ્યાં. પંચવણું પોપટ જેવી મદુરમનાં આ પાંચછ મહિનામાં તે હાડકાં દેખાવા મંડ્યાં. કફના ગળા ખેંચી ખેંચીને તે થાકી ગઈ. તેની આંખે ઊંડી ઊતરી ગઈ. અને તેના મેં સામે ન જવાય એવી થઈ ગઈ. પ્રહદીશ્વરન પુદકેટે જઈ કોઈ મેટા ડોકટરને બેલાવી લાવ્યા. તેમણે આવીને તેને તપાસી, ક્ષય ઘણે આગળ વધી ગયો છે ! ખૂબ કાળજી રાખવાની જરૂર છે. દૂધ, ટામેટાં, ઈડાં સારા પ્રમાણમાં આપવાં જોઈએ. મન ખૂબ ભાંગી ગયું છે. તેનું મન પ્રફુલ્લિત રહેવું જોઈએ ” કહી દવા લખી આપીને ગયા. આ સમાચાર જણાવતા તમને પણ અમરાવતી જેલમાં બેત્રણ પત્ર લખ્યા હતા. પણ જવાબ ન મળ્યો. તે કાગળ તમને મળ્યા કે નહિ એની ખબર નથી, આટલું થયા પછી જમીનદારનાં પત્નીએ અત્યંત દુખ સાથે, “જે મધુરમ ! ગમે તેમ પણ તું અમારા ઘરની દીકરી છું ! તને હું મરવા નહિ દઉં. તારી મરજી હોય કે ન હોય પણ તારે નાગમંગલમ આવવું પડશે. તારે માટે આ સિવાય બીજો કોઈ આરે નથી..' – કહી નાગમંગલમ લઈ - • }