પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

દક્ષિણ ભારતીય સાહિત્યમાળા ભારતનો ભાવાત્મક એકતા સાધવા માટે ભારતની વિવિધ ભાષાઓના સાહિત્યનું અન્ય ભાષાઓમાં આદાનપ્રદાન થાય તે આવશ્યક છે. હિંદી, મરાઠી, બંગાળ અને ઉર્દૂ ભાષાના સાહિત્યમાંથી તે ઘણું ભાષાંતરો અવારનવાર ગુજરાતી ભાષામાં રજૂ થાય છે. પણ દક્ષિણ ભારતની ભાષાનું સાહિત્ય અને એમાં વ્યકત થતી સામાજિક ભૂમિકાને હજી ગુજરાતને ઝાઝે પરિચય નથી. દક્ષિણભારતની ચાર ભાષાઓ-તમિળ, તેલુગુ, મલયાળ અને કન્નડ ભાષાને એમનાં આગવાં વ્યકિતત્વ અને પરંપરા છે. તેથી આ ભાષાઓની શ્રેષ્ઠ કૃતિએ તેમ જ ત્યાંના સમાજનું દર્શન કરાવતા પુસ્તકે ગુજરાતી ભાષામાં ઊતરે તે ગુજરાતી સાહિત્યને અને વાચકોને એક અનોખું સાહિત્યધન પ્રાપ્ત થાય અને એ દ્વારા ભારતની ભાવાત્મક એકતાને વેગ મળે. “દક્ષિણ ભારતીય સાહિત્યમાળા ' શરૂ કરવાને આ હેતુ છે. નવનીત મદ્રાસી