પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૮ આમાના માલાપ કરનાર તે જ છે. મદદની માગણી મેં કરી નથી. તેમના જેલમાં જવાથી અહીંનું એક કામ અટકી પડવું જોઈએ નહિ. બધી જ મદદ હું આપીશ. તમે તમારું કામ આગળ ધપાવ્યે રાખે ” એણે સામે ચાલીને કહ્યું હતું. અત્યારે પણ થેલી વાર પહેલાં મને ધાબા પર બોલાવીને તમારા આવી ગયાના સમાચાર પૂછળ્યા હતા, “આવી ગયા છે. જમવા ગયા છે” – મેં કહ્યું. તે તરત જ અંદર દેડી ગઈ અને ગાદલું અને એ શીકાં લઈ આવીને મને આપતાં કહ્યું. “બિચારા ! જેલમાં સુવાની સગવડ નહિ હોય. આ પાથરીને નિરાતે સુવાનું કહેજે. ધાબા પર સવે નહિ.” આખો દિવસ તાપમાં તપવાથી ધાબું ગરમ થઈ ગયું હશે. અંદર સુવાનું કહેજે. ગાદલું લઈને હું અંદર આવું તે પહેલાં મને ફરી બોલાવીને આ લેટો, દૂધ બધું આપતાં “તેમને મારી કાંઈ યાદ છે, એની ' પૂછતાં પૂછતાંમાં તે તેની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. તમારી માની માંદગી વખતે પણ તેણે બે વખત ટોપલી ભરીને ફળા મારી સાથે મોકલાવ્યાં હતાં. “ તું જઈને માની સારસંભાળ લે ને ” મેં કહ્યું. પણ આ માટે તે સંમત થઈ નહિ. - “નહિ, હું તેમને ઓળખતી નથી. મને જોઈને તેમને તેમના દીકરા પર શંકા ઉપસ્થિત થશે. ગામલેક પણ વાવણી કરશે. મારી જન્મની મથાવટી જ એવી છે ' તેણે કહ્યું. ગાનારીના કુળમાં પણ આવા ઉચ્ચ વિચારો ધરાવતી છોકરીને જોઈ મને નવાઈ લાગી. આ કલંકિત ઘરમાં તે સાધવી જેવું જીવન જીવે છે. તેમને જોયા એ દિવસથી જ તમે તેના હૃદયમાં વસી ગયા છે, ભાઈ ! આવી સુશીલ છે કરી એ શેરીમાં હોઈ શકે એમ હું માની શક્યો નહિ. મદુરે આવ્યું ત્યારે મેં તમને પૂછ્યું હતું કે મદુરમ માટે કાંઈ સમાચાર છે, ત્યારે તમે અત્યંત ગુસ્સે થઈને જવાબ આપ્યો હતે. જે મે આવીને તમારો એ જવાબ શબ્દશઃ તેને કહ્યો હોત તો