પૃષ્ઠ:Abraham Lincoln (1809-1865) Abrahama Linkana, Yunaiteda Steitsa opha Amerikana 16ma Pramukha Gujarati Biography.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પુસ્તકો. — એમની અપર માતાએ પોતાની વાત પકડી રાખી અને એબે શાળાએ જવા માંડ્યું. તેમના પુસ્તકપ્રેમનો અહીંથી પ્રારંભ હતો. પણ તેમનું શાળાનું જીવન અનિયમિત હતું. કારણ કે ખેતરમાં એમનું કામ પડતું. માંડ એકાદ વરસ જેટલો સમય તેમણે શાળામાં હાજરી આપી હશે પણ તે દરમિયાન જેટલાં પુસ્તકો મળ્યાં તેટલાં તેમણે વાંચી નાખ્યાં. પુસ્તક મેળવવા કે પાછું આપવા તેઓ ઘણી વાર માઈલો સુધી ચાલતા.