પૃષ્ઠ:Abraham Lincoln (1809-1865) Abrahama Linkana, Yunaiteda Steitsa opha Amerikana 16ma Pramukha Gujarati Biography.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કાયદો. — રાજ્યની ધારાસભામાં હતા તે દરમિયાન લિંકનને પ્રજાસેવાના કામમાંથી જે થોડો સમય મળતો તેમાં તેમણે કાયદાનો અભ્યાસ કરવા માંડ્યો. ત્રણ વખત તે ફરીફરીને ધારાસભામાં ચૂંટાયા. ૧૯૩૬ માં તેમને કાયદાના વ્યવસાયમાં દાખલ કરવામાં આવ્યા. ઘણી વાર તેમના અસીલો તેમની ફીના રોકડા પૈસા આપી શકે નહિ ત્યારે તે ખેતરનો માલ પણ સ્વીકારતા.