પૃષ્ઠ:Abraham Lincoln (1809-1865) Abrahama Linkana, Yunaiteda Steitsa opha Amerikana 16ma Pramukha Gujarati Biography.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વિવાદ. — ૧૮૫૮માં જ્યારે એમ લાગ્યું કે ગુલામી અમેરિકામાં વધુ પ્રસરશે ત્યારે લિંકને પોતાનો કાયદાનો વ્યવસાય છોડીને અમેરિકાની સંસદમાં આ વખતે સેનેટસભ્ય તરીકે આવવા માટે ઝુંબેશ ચલાવી. તેમની ઝુંબેશ તેમના પ્રતિસ્પધી સ્ટીફન એ ડગલાસ સાથેના અનેક વિવાદોમાં પરિણમી. ડગલાસ ચૂંટાઈ આવ્યા પણ લિંકને ભલે ચર્ચાસ્પદ તો પણ મહાન રાષ્ટ્રીય પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી.