પૃષ્ઠ:Abraham Lincoln (1809-1865) Abrahama Linkana, Yunaiteda Steitsa opha Amerikana 16ma Pramukha Gujarati Biography.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નિર્મિતિ. — ૧૮૦૯ની સાલમાં લિંકનનો જન્મ થયો ત્યારે અમેરિકામાં ગુલામી પ્રવર્તતી હતી. અબ્રાહમ લિંકનના ભાગ્યમાં એક અભણ ખેતમજૂર થવાનું નિર્માયું હોય એમ જણાતું હતું; આ ગુલામીનો નાશ કરનાર અને તમામ અમેરિકનોને મુક્ત અને સમાન બનાવનાર અને પોતાની જાતને માનવજાતની એક સૌથી મહાન વ્યક્તિ બનાવનાર નીવડવાનું નિર્માયેલું તો નહોતું જ લાગતું. તેમના જીવનમાં લોકશાહી, માનવ અધિકારો અને વ્યક્તિના ગૌરવના સાચા અર્થનાં દર્શન થાય છે.