લખાણ પર જાઓ

પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



કરણી પાર-ઉતરણી

બહેરામજી મલબારી


કરણી પાર-ઉતરણી મનવા! કરણી પાર-ઉતરણી.

કરણી મોક્ષમંદિરને મળવા, પુલ, નાવ, નિસરણી; મનવા!૦
મુક્તિમહેલ! સમુદ્ર-ઉદરમાં ઊંચીબહુ જ ઉભરણી, મનવા!૦

જળ તોફાની, વાવાઝોડાં, શું કહું ગતિ સાગરની. મનવા!૦
પુલ પતંગ પાઅંખોથી નાજુક, ફિકર અધિક સફરની. મનવા!૦

ગજ મોજાં ને ગાજવીજ જ્યાં, ગજ શી રહે દાદરની? મનવા!૦
રાત અંધારી, તો પણ અહીંતહીં, ચટક પડે ચાંદરણી. મનવા!૦

શો દારૂણ દેખાવ! હોય! ઘાતી ફાટે પથ્થરની. મનવા!૦
વિષભર્યા દવ સાગર વચ્ચે, શી શક્તિ મચ્છરની? મનવા!૦

ક્ષણભંગુર સાગર મધ્યે આક્ષણ તારી આખરની. મનવા!૦
સમજ માનવી!જિંદ્દગી એવી શુદ્ધ ઉદ્દેશ વગરની. મનવા!૦

કેમ તરેભવસાગર, ભોળા! મૂક્યા પછી આ ધરણી? મનવા!૦
માગી લે ઈશ્વરમાયા ઝટા, સતત તે અમૃતઝરણી. મનવા!૦

શુદ્ધ ઉદ્દેશ ને શ્રદ્ધા નહીં ત્યાં સ્થિતી શી નારીનરની? મનવા!૦
કરણીની બલિહારી અહીં એ નિજ અનુભવથી વરણી મનવા!૦