લખાણ પર જાઓ

પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



રજની


મ્હારી સજનિ ! ચાલો રમિયે રજની,
રે... મનડાં ઠરતાં ઉપવનકુંજમાં;
શાણી ભગિની ! આવો, ભરિયે મટુકી,
રે...ઝરાણાં ઝરતાં પર્વત શૃંગમાં
કુંજ નિકુંજ, પુસ્પનાં પુંજ
વૃક્ષનાં ઝૂંડ, રાનસર ખૂંદતા. મ્હારી૦

સાખી: બંસી બજી બ્રજચંદ્રની નંદનવનની માંહ્ય;
સુણતાં સુણતાં ગોપીનાં ઉરમન ઘેલાં થાય:

જોને, સખિ ! પેલી કળી ખીલી,
વિકસેલી વેલી હર્ષે થઈ ઘેલી,
કેવી નાચે વળી તરુવરશૃંગમાં! મ્હારી૦

સાખી: માત હિન્દની ભૂમિમાં કરવા લીલા લ્હેર;
દીધા અવતાર પ્રભુજીએ, સફળ હુવો આ દેહ:

વ્હાલી બ્હેની ! ચાંદની ચમકે,
તારલા ઝબકે, સરોવર સળકે,
કુમુદ વિકસે અણમોલી પ્રીતમાં;
સારસ જોડલાં રમતાં હંસલાં,
બોલતા મોરલા, મેઘ રૂડો ગાજતાં. મ્હારી૦

સાખી: સમીર સુખકર, વાડી ન્યારી, અંગ ઉમંગ ન માય;
કળા અકળ કિરતારની પામી ના જ શકાય:
રા...સ...ઝ...રં...તાં... મ્હારી૦