આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મારો જનાજો એ જ વૈદોને
ખભે ઉપડાવજો
કહો દર્દીઓના દર્દને
દફનાવનારું કોણ છે ?
દોરી તૂટી આયુષ્યની તો
સાંધનારું કોણ છે ?
(૪)
ખુલ્લી હથેળી રાખીને
જીવો જગતમાં આવતાં
ને ખાલી હાથે સૌ જનો
આ જગતથી ચાલ્યા જતાં
યૌવન ફના, જીવન ફના
જર ને જવાહર છે ફના
પરલોકમાં પરિણામ ફળશે
પુણ્યનાં ને પાપનાં