આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
હ્રદયલય
ભૂત:- "નથી ભુલાતી ભુલાતી, નથી ભુલાતી, પ્રિય ન ભુલાતી !
મનભર છબિ રૂપગુણની નથી ભુલાતી ! (ધ્રુવ)
દીપ-વાટે જ્યોતપ્રકાશ, રવિ ઉપર વન્હિ-અમ્બાર,
ગ્રહમંડળમાં રવિતેજ, મુજ ચિત્ત વીશ ત્યમ એ જ ! નથી૦ ૧
નદીજલમાં વ્યોમભોગ,ઘનગણના યોગવિયોગ,
ઘનગણના અમ્બાર,નભચરણ ઉત્સાહ:-
પ્રતિલહર રહે ને રમે; તેમ સરી જતે વિકારી ઉરે-
મુજ ઉરે પ્રિયા નભ-સમી વ્યાપી નભ ઉભી હ્રદયમય ઝુરે !" નથી૦ ૨
હ્રદયપ્રિયામાં લીન થઈ ગઈ નભ-ગંગા પળમાંહે,
ઇન્દ્રધનુની કમાન રવિની પ્રભાવીશે જ્યમ થાયે;
મુકુર સર્વનું જનનયને પ્રતિબિમ્બછળે સરી જાતું,
હ્રદયખડકપર જીવમાન નભદધિસલિલ પથરાતું. નથી૦ ૩
- ઉરગંગામાં નભગંગાનો આભાસ કેમ ટકવા પામતો નથી તેનાં કારણ