લખાણ પર જાઓ

પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



સ્વરાજ્યનો સંદેશ

અનિલ ! આજ કહેજે સંદેશો સ્વરાજ્યનો !
ગૃહે ગૃયે તું કહેજે સંદેશો સ્વરાજ્યનો !

પૂર્વ ને પશ્ચિમ પડ્યાં ભારતનાં બાળ જે,
ઉત્તર ને દક્ષિણે વસેલી આર્ય શક્તિને;
ભૂગર્ભમાં ને વ્યોમમાં વિહારી હિન્દશક્તિને. કહેજે૦.

આર્ય જૈન પારસી આ વિશ્વમાં પ્રખ્યાત છે;
હિન્દીવીખોળે આજ ગૌર ખ્રિસ્તી ભાત છે;
હિન્દુ મુસલમાન શીખ ભારતીસંતાનને. કહેજે૦.

સ્વરાજ્યને હિંડોળે હિન્દબાળને હીંચાવજે;
આર્ય પત્નીઓને પાઠ ત્યાગના પઢાવજે;
સ્વરાજ્યભેરીનાદે ભારત-વીરને જગાડજે. કહેજે૦.

પ્રેમ શૌર્ય હર્ષ આશ ને પ્રકાશ નેણમાં;
વિવેક સત્ય ન્યાય ને માધુર્ય હશે વેણમાં;
ઐક્ય ત્યાગ સંયમોના ધર્મને સ્હમજાવજે. કહેજે૦.