લખાણ પર જાઓ

પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



સર્જક કવિ અને લોકપ્રિયતા

બળવંતરાય કલ્યાણરાય ઠાકોર

જુઓ ઉઘાડું આ કમાડ જાઓ જ્યાં રુચે
સ્વલ્પ બિંદુયે દયાનું ના ખપે હુંને
ખીલો તમે ઉછાળતાં અજબ છટા ઊંચે
સુંદરી, વહો વરેલ પંથ ચ્હાવ તે ક્રમે
ર્‌હો સ્વતંત્ર, એ જ પ્રેમતૃપ્તિ દ્યો હુંને તમે
સાંભળ્યું હશે ઘણુંય જે બખીલ ને
અસૂયકો ગૂંથી રહ્યા વિરુદ્ધ દાસની
શ્યામ બીજ એ ઉદાર કાળજે સરી
કરે કઠોર સૌમ્યને, સખેદ વા સલીલને
પ્રેમને અસહ્ય તે: પ્રિયે, ન પ્રેમ-ઝૂંસરી
સ્વતંત્ર આવિયાં, સ્વતંત્ર ત્યાગવા અસીલને
જુઓ ઉઘાડું છે જી દ્વાર, જાય જો જવું જ નીસરી
શબ્દ ના, ન કમ્પ લેશ; ચક્ષુઝાંય શી કળાય
દીર્ઘ પક્ષ્મ રક્ષિતા? પરંતુ સુંદરી પધારી બેસી જાય