આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અલખની જોગણ
વાંસલડીએ ઘેલી રાધાને કરી, મધુરી વાગે,
પણ નવ દીસે ક્હાન જો! વાંસલડી૦
વાંસ્લડી કહે, સુણ, ઓ રાધા બ્હાવરી !
અલખમુખ ચ્હડી કરૂં છું હું લખગાન જો ! વાંસલડી૦
અલખપ્રીતડી જગાડું તુજ હઈડા વિષે,
અલખ ક્હાનની વનમાં ન જડે વાટ જો ! વાંસલડી૦
અલખની જોગણ ! અલખ જોગ ધરી જાગજે,
જગવ અલખરતિ જમુનાજીને ઘાટ જો ! વાંસલડી૦
ગોવર્ધનરામ ત્રિપાઠી