લખાણ પર જાઓ

પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



પરમેશ્વર

 
ઉપકાર કરીને મૂક રહે
સામો ઉપકાર ન લેશ ચહે
જે નિડરપણે હિત સ્પષ્ટ કહે
તે મારે મન પરમેશ્વર છે
દુનિયા જ્યારે નિંદા કરશે
મિત્રો પણ જ્યારે પરિહરશે
ત્યારે જે સાથે સંચરશે
તે મારે મન પરમેશ્વર છે
જનનાં દોષો માફ કરે
પરનાં મેલોને સાફ કરે
બળતા હ્રદયોની બાફ હરે
તે મારે મન પરમેશ્વર છે

પ્રભાશંકર પટ્ટણી