લખાણ પર જાઓ

પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



વિરાટનો હિંડોળો

 
વિરાટનો હિંડોળો ઝાકમઝોળ;
કે આભને મોભે બાંધ્યા દોર;
વિરાટનો હિંડોળો…
પુણ્યપાપ દોર, ને ત્રિલોકનો હિંડોળો
ફરતી ફૂમતડાંની ફોર;
ફૂદડીએ ફૂદડીએ વિધિના નિર્માણમન્ત્ર
ટહુકે તારલિયાની મોર :
વિરાટનો હિંડોળો ઝાકમઝોળ.
વિરાટનો હિંડોળો…

ન્હાનાલાલ