પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



સંગતસંસાર


ગોવર્ધનરામ ત્રિપાઠી

પાંથ:-" અરર ઓસખી ! શું કર્યુંજ આ?
વિષમ પુછીયો પ્રશન દુઃસહ !
ઉંઘી હતી ઘડી સર્વ સંસ્મૃતિ,
હ્રદય વીંધતી જાતી તે ફરી. (૧)

મુકી તને ગયાં બે જણાં અમે,
વિવિધ દેશમાં સંચર્યા પછી;
ઘનુંક જોયું ને, ઘણુંક વેઠ્યું ત્યાં;
મુખથી સ્પર્શીને મુખ, બેરડ્યાં. (૨)

નહી હતાં કંઈ હરીયાં ઉરે,
નભ સુધી ઉડી હામ ઉભી'તી;
ઘણીક આશને ઘણીક હોંશ તે
પ્રબળ હામને ટેકી નાચતી. (૩)

અસુર લોકમાં ગાજતો ઘણું,
સમરસાગરે તરી તરી, શુણું
તુજ સખી મુખે-"ધન્ય ! ધન્ય!" -ત્યાં
વિજયસિદ્ધિ આ ચિત્ત પામતું. (૪)

હણી હણી ઘણા દાનવો, દીધું
અભય લોકને, હે સખી, ઘણું;
હ્રદય બે તણાં શાં ફુલ્યાં જ ત્યાં?