પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૧
એલાસ્કા–યૂકન–પૅસિફ્રિક પ્રદર્શન

એલાસ્કા-યુકન-પૅસિફ્રિક પ્રદર્શન. ૧ આજે સર્વ મેટી મેાટી ઇમારતા જોવાના વિચાર હતા. અમે આર્ભથી એક એક ઇમારત જોવાને તથા આખા દિવસ અને રાતના દશ વાગ્યા સુધી પ્રદર્શનના આનદ લૂટવાનો નિશ્ચય કર્યો. આજે અમે પ્રદર્શનના પૂરેપૂરા હ્તાવા લેવાનેજ વિચાર કર્યો હતો. > મુખ્ય દ્વારમાં જતાં જમણી તરફ઼ જે રસ્તા જતા હતા તે પેસ્ટ્રીટમાં જવાના માર્ગ હતા. જરા આગળ જમણી અને ડાબી બાજુ તરફ એ વિશાળ ભવન હતાં; એક એડિટેરિયમનુ” અને ખીજાં ફાઇન આર્ટસનું. એ એ ભવનાની વચ્ચે ‘ યુગેતપ્લાઝા ' નામનું એક રમ્ય સ્થાન હતું, ત્યાં લીલુછમ ઘાસ આંખાતે આનંદિત કરતું હતું. તેની વચ્ચે મહાત્મા શિંગ્ટનની દીર્ઘકાય મૂર્તિ ઉભી હતી. અમે પ્રથમ ફાઇન આર્ટસ ભવનની અંદર ગયા. પ્રદર્શનની સમાપ્તિ થયા પછી સાત ભવન વાશિગ્ટન સ્ટેટ યુાનવર્સિટીને મળનાર છે, અને ફાઈન આર્ટસભવન તેમાંનું એક છે. તેમાં એ યુનિવર્સિટીના કેમિસ્ટ્રી હૅાલ બનનાર છે. આ ઇમારતપર સર- કારે છ લાખ રૂપી ખર્ચ્યા છે. આ ભવનની અંદર ફ્રાન્સ, ઇટલી, જર્મની, ઇંગ્લોંડ આદિ દેશના નિપુણ ચિત્રકારનાં તૈલચિત્રા રાખવામાં આવ્યાં હતાં. આ સ્થાનમાં મહિનાના મહિના વ્યતીત કરીએ તાપણુ આનદ ખૂટે એમ નહેાતું, અમે એક કલાકમાં તે શું જોઇ શકીએ ? અમારી દ્રષ્ટિ સન્મુખ એકથી એક ચઢતાં ચિત્રા આવી રહ્યાં હતાં ! પર્વતા અને જંગલેના દેખાવ, નદી અને સમુદ્રના કિનારા, ધેટાં અને ગાયાના ગેાવાળા, આ સર્વે જીવતાં જાગતાં હાય તેવી રીતે પ્રેક્ષકાનાં મન હરતાં હતાં ! કૅટેલેક સ્થળે સુંદર રમણી પોતાની અલાકિક પ્રાકૃતિક છટામાં ચિત્રકારના ઉજ્વળ ગુણા દર્શાવતી હતી; કાક સ્થળે શૂરવીર સુભટા રણવીરાને વીરરસનું પાન કરાવતા હતા; કેટલેક સ્થળે પ્રિયતમા પોતાની પ્રિયાના