પૃષ્ઠ:Anand-dhan Chovishi.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રેમ કલ્પતરુ છેદિયો રે, ધરિયો જોગ ધતૂર. મ...
ચતુરાઈરો કુણ કહો રે, ગુરુ મિલિયો જગસૂર... મનરાવાલા...

મારું તો એમાં ક્યું નહિ રે, આપ વિચારો રાજ. મ...
રાજસભામાં બેસતાં રે, કિસડી [૧]બધસી લાજ... મનરાવાલા...

પ્રેમ કરે જગ જન સહુ રે, નિર્વાહે તે ઓર. મ...
પ્રીત કરીને છોડી દે રે, તે શું ન ચાલે જોર... મનરાવાલા...

જો મનમાં એહવું હતું રે, નિસપત કરત ન જાણ. મ...
નિસપત[૨] કરીને છાંડતા રે, માણસ હુવે નુકશાન... મનરાવાલા...

દેતાં દાન સંવત્સરી રે, સહુ લહે વાંછિત તોષ.
સેવક વાંછિત નવિ લહેરે, તે સેવકનો દોષ... મનરાવાલા...

સખી કહે એ શામળો રે, હું કહું લક્ષણ સેત[૩]. મ...
ઈણ લક્ષણ સાચી સખી રે, આપ વિચારો હેત... મનરાવાલા...

રાગી શું રાગી સહુ રે, વૈરાગીશ્યો રાગ. મ...
રાગ વિના કિમ દાખવો રે, મુક્તિ સુંદરી માગ?.. મનરાવાલા...

એક ગુહ્ય ઘટતું નથી રે, સઘલોઈ જાણે લોક. મ...
અનેકાંતિક ભોગવો રે, બ્રહ્મચારી ગત રોગ... મનરાવાલા...

જિણ જોણી [૪]તુંને જોઉં રે, તિણ જોણી જેવો રાજ
એકવાર મુને જુઓ રે, તો સીઝે મુજ કાજ... મનરાવાલા...

મોહદશાધારી ભાવના રે. ચિત્ત લહે તત્ત્વ વિચાર. મ...
વીતરાગરા આદરી રે, પ્રાણનાથ નિરધાર... મનરાવાલા...

સેવક પણ તે આદરે રે, તો રહે સેવક મામ[૫]. મ...
આશય સાથે ચાલીએ રે, એહી જ રૂડું કામ... મનરાવાલા...

  1. કોની લાજ
  2. સંબંધ
  3. શ્વેત
  4. દૃષ્ટિ
  5. લાજ