પૃષ્ઠ:Ananddhan Chovishi.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


૧૫. શ્રી ધર્મનાથ જિન સ્તવન

(રાગ: મારું ― ગોડી રસિયાનો...)


ધર્મ જિનેસર ગાઉં રંગશું, ભંગ મ પડશો હો પ્રી ત જિનેસર
બીજો મન મંદિર આણું નહીં, એ અમ કુલવટ રીત... જિનેસર, ધર્મ...૧

ધરમ ધરમ કરતો જગ સુ હિરે, ધરમ ન જાણે હો મર્મ, જિ...;
ધરમ જિનેસર ચરન ગ્રહ્યા પછી, કોઈ ન બામ્ધે હો કર્મ... જિનેસર, ધર્મ...૨

પ્રવચન અમ્જન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન, જિ...;
હ્રદય નયણ નિહાળે જગધણી મહિમા મેરુ સમાન... જિનેસર, ધર્મ...૩

દોડત દોડત દોડત દોડિયો, જેતી મનની રે દોડ, જિ...;
પ્રેત પ્રતીત વિચારો ઢૂંકડી, ગુરુગમ લેજો રે જોડ... જિનેસર, ધર્મ...૪

એક પખી કેમ પ્રીતિ વરે પડે[૧], ઉભય મિલ્યા હુએ સંધિ, જિ...;
હું રાગી હું માંહે ફંદિયો, તું નીરાગી નિરબંધ... જિનેસર, ધર્મ...૫

પરમનિધાન પ્રગટ મુખ આગળે, જગત ઉલ્લંઘી હો જાય, જિ...;
જ્યોત વિના જુઓ જગદીશની, અંધો અંધ પલાય... જિનેસર, ધર્મ...૬


  1. પરવડે