પૃષ્ઠ:Ananddhan Chovishi.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


(૧૯) શ્રી મલ્લિનાથ સ્વામી

(રાગ: કાફી)


સેવક કિમ અવગણિયે હો મલ્લીજિન, એહ અબ શોભા સારી;
અવર જેહને આદર અતિ દીએ, તેહને મૂલ નિવારી હો... મલ્લિજન...

જ્ઞાન સ્વરૂપ અનાદિ તમારું તે લીધું તમે તાણી
જુઓ અજ્ઞાન દશા રિસાવી, જોતાં કાણ ન આણી હો... મલ્લિજન...

નિદ્રા સુપન જાગર ઉજાગરતાં, તુરિય[૧] અવસ્થા આવી;
નિદ્રા સુપન દશા રિસાણી, જાણીન નાથે મનાવી હો... મલ્લિજન...

સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી;
મિથ્યામતિ અપરાધણ જાણી, ઘરથી બાહિર કાઢી હો... મલ્લિજન...

હાસ્ય અરતિ રતિ શોક દુગંછા, ભય પામર કરસાલી[૨];
નોકષાય ગજ ચઢતાં, શ્વાન તણી ગતિ ઝાલી[૩]... મલ્લિજન...

રાગદ્વેષ અવિરતિની પરિણતિ, એ ચરણ મોહના યોદ્ધા;
વીતરાગ પરિણતિ પરિણતમાં , ઉઠી નાઠા બોદ્ધા[૪] હો... મલ્લિજન...


  1. ચોથી
  2. કૃષિની
  3. થઈ
  4. મૂર્ખ