પૃષ્ઠ:Ananddhan Chovishi.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ઘર આવો હો વાલમ ઘર આવો, મારી આશાના વિશરામ. મ...
રથ ફેરો હો સાજન રથ ફેરો, સાજન મારા મનોરથ સાથ... મનરાવાલા...

નારી પખો શો નેહલો રે, સાચ કરે જગનાથ. મ...
ઈશ્વર [૧]અર્ધાંગે ધરી રે, તું મુજ ઝાલે ન હાથ... મનરાવાલા...

પશુજનની કરુણા કરીરે, આણી હ્રદય વિચાર, મ...
માણસની કરુણા નહીં રે, એ કુણ ઘર આચાર... મનરાવાલા...

પ્રેમ કલ્પતરુ છેદિયો રે, ધરિયો જોગ ધતૂર. મ...
ચતુરાઈરો કુણ કહો રે, ગુરુ મિલિયો જગસૂર... મનરાવાલા...

મારું તો એમાં ક્યું નહિ રે, આપ વિચારો રાજ. મ...
રાજસભામાં બેસતાં રે, કિસડી [૨]બધસી લાજ... મનરાવાલા...

પ્રેમ કરે જગ જન સહુ રે, નિર્વાહે તે ઓર. મ...
પ્રીત કરીને છોડી દે રે, તે શું ન ચાલે જોર... મનરાવાલા...

જો મનમાં એહવું હતું રે, નિસપત કરત ન જાણ. મ...
નિસપત[૩] કરીને છાંડતા રે, માણસ હુવે નુકશાન... મનરાવાલા...


  1. મહાદેવ
  2. કોની લાજ
  3. સંબંધ