પૃષ્ઠ:Ananddhan Chovishi.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પરક્ષેત્રે ગત જ્ઞેય જાણવે, પરક્ષેત્રે થયું જ્ઞાન. સુજ્ઞાની...
અસ્તિપણું નિજ ક્ષેત્રે તુમે કહ્યું, નિર્મલતા ગુણ માન સુજ્ઞાની... ધ્રુવપદ...

જ્ઞેય વિનાશે હો જ્ઞાન નિનશ્વરુ, કાળ પ્રમાણે રે થાય. સુજ્ઞાની...
સ્વકાળે કરી સ્વસત્તા સદા, તે પર રીતે ન જાય સુજ્ઞાની... ધ્રુવપદ...

પરભાવે કરી પરતા પામતા, સ્વસત્તા થિર ઠાણ. સુજ્ઞાની...
આત્મ ચતુષ્કમયી પરમાં નહીં, તો કિમ સહુનો રે જાણી સુજ્ઞાની... ધ્રુવપદ...
 
અગુરુલઘુ નિજગુણને દેખતાં, દ્રવ્ય સકલ દેખંત. સુજ્ઞાની...
સાધારણ ગુણની સાદ્યર્મ્યતા, દર્પણ જલને દૃષ્ટાંત સુજ્ઞાની... ધ્રુવપદ...

શ્રી પારસજિન પારસ રસ સમો, પણ ઈ હાં પારસ [૧]નાંહિ. સુજ્ઞાની...
પૂરણસીઓ હો નિજગુણ, પરસનો[૨], આનંદધન મુજ માંહિ સુજ્ઞાની... ધ્રુવપદ...


  1. પાયાણરૂપ પારસ નહીં.
  2. આત્મગુણરૂપ પારસનો.