પૃષ્ઠ:Ananddhan Chovishi.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


(૪) શ્રી અભિનંદન જિન સ્તવન

(તર્જ: આજનિહજો રે સીસે નાહલો)


આભિનંદન જિન ! દરિશણ તરસીએ,
દરિશણ દુર્લભ દેવ,
મત મત ભેદ રે જો જ‌ઇ પૂછીએ,
સહુ થાપે અહમેવ. આભિનંદન૦ ૧

સામાન્યે કરી દરિશણ દોહિલું,
નિર્ણય સકલ વિશેષ,
મદમેં ધેર્યોરે અંધો કિમ કરે,
રવિશશી વિલેખ. આભિનંદન૦ ૨

હેતુ વિવાદે હો ચિત્ત ધરી જોઇએ,
અતિ દુર્ગમ નયવાદ,
આગમવાદે હો ગુરુગમ જો નહીં,
સબલો વિષવાદ. આભિનંદન૦ ૩

ઘાતિ ડુંગર આડા અતિ ઘણા,
તુજ દરિશણ જગનાથ,
ધીઠાઈ કરી મારગ સંચરું,
સેગૂ [૧]કોઈ ન સાથ. આભિનંદન૦ ૪

દરિશણ દરિશણ રટતો જો ફરું,
તો રણરોઝ સમાન,
જેહને પિપાસા હો અમૃત પાનની,
કિમ ભાંજે વિષપાન. આભિનંદન૦ ૫

તરસન[૨] આવે હો મરનજીવન તણો,
સીઝે જો દરિશણકાજ
દરિશણ દુર્લભ સુલભ કૃપા થકી,
આનંદધન મહારાજ. આભિનંદન૦ ૬


  1. માર્ગદર્શક, ભોમિયો
  2. ત્રાસ