પૃષ્ઠ:Angadvishti.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


<poem>

રાનીકો જાઓ ભહિ, કોઉ રાજબીજ નહિ; સબીહિં સરિખ ખર, ખરી નીતિ ખારસી; ગ્યાન કહા ગુમારનકું, કાકકું કપૂર કહો; મર્કટકું માનક કહા, કા અંધેકું આરસી. ૨૫

ઝ઼ૂલણા છંદ.

રા - એકવાર સીતા હરી, જોતું હવે ફરી, જાઉં અયોધ્યા ભણી ધીર ધાયો; ઉદવસ્ત કરું એહની આણ જ્યાં લખી ફરે, જાણજો ભ્રાતને બાંય સહાયો; નરનાર લખ કોટિધા લંક લગી લાવશું, ચિતવું તે ઘડી ચિત્ત ચહાયો; અંગદા સહિત બોળું સહુ અરણવે, જાણજો કૈકસી કૂખ જાયો!

- એ વિધે વાક્ય સુણ્યાં જવ અંગદે, ચિત્તથી કોપ ચોપાસ ચઢિયો; નિકટ નરપતિતતણે વિકટ બહુ બોલિયો, અટપટી અંકથી આપ અડિયો; ઝ઼ટપટી ઝાલિયો કર દશાનનતણો, ચટપટી જીભની જલ્પ જડિયો!

અં - બોળિયું કુળ અલ્યા બાપના બાપનું, કૈકસીપેટ તું પહાણ પડિયો!

- તુચ્છકારો કરી ત્યાંથકી ઉઠીઓ, રીસ ઝ઼ાઝી કરી રિદ્ધ રાજા; ગુદરો ક્યમ ગુહનો એહ ગુણહિણનો, મટે મહિપતતણી એહ માઝા; ફેરવી નજર ચોપાસ એ નરપતે, ધસમસ્યા ધીર તરતીબ તાજા; પ્રૌઢ આયુધ પડે અંગદા ઉપરે, માર જોરાવરી જોધ ઝાઝા. બાંધવા માંડિયો બળ કરિ બહુ જણે, ચોગમાં બાણની ચોટ નાંખી; વકારે વિમાનેથકો રાય્ રાવણ ઘણું, શૂર સામદ ક્યમ રહે સાંખી; હડબડાવ્યો ઘણું હીક હો હો કરી, તરવર્યા જોધ જ્યમ મધમાખી; રામનું નામ અંગદતણે અંતરે, પડે જ્યમ શસ્ત્ર અંગફૂલ પાખી. આપ જોરે કરી ઉછળ્યો અંગદો, કારમો કોપ આકાશે કીધો; વળી ગયા હાથ તે તો રહ્યા હીંચતા, દોષી દેહવટ કરી દાવ દીધો; બ્રહ્માંડ ભાંગી પડે તેમ ભૂપર થયું, મધ્ય પડ્યા જ્યાં શૂર સીધા; નાઠા નૃપતિ સહિત દાનવો દશદિશા, પાંચ કોટિતણા પ્રાણ પીધા. બુમ પડી બધા દેશમાં બહો વિધૈ, રૈયત ઘણું નાસવા છેક છૂટી; પ્રાજે કરી પૂછવડે કાંઇક પરાક્રમી, હિમ્મત હઠીલાતણી ટેક ત્રૂટી; વિદાર્યા ઘણું વાનરે નખવડે નર ઘણા, આયુધ અયુતાંતણી ખાંત ખૂટી; વ્યાપી વાત વીપરીત સૌ વિશ્વમાં, વાનરે એકલે લંક લૂટી.