પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બધા ઊભા રહ્યા.

'કેમ , તમે અહીં શા સારુ આવ્યા છો?' સાહેબે મારી સામે જોઈ પૂછ્યું.

'મારા ભાઈઓન બોલાવવાથી તેમને સલહ દેવા આવ્યો છું, ' મેં જવાબ આપ્યો.

'પણ તમે જાણતા નથી કે તમને અહીં આવવાનો હક્ક જ નથી? તમને પરવાનો મળ્યો છે તે ભૂલથી અપાયો છે. તમે અહીં ના રહેવાસી ન ગણાઓ. તમારે તો પાછા જવું પડશે. તમારાથી મિ. ચેમ્બરલેન પાસે નહીં જવાય. અહેંના હિંદીઓનું રક્ષણ કરવાને સારુ તો અમારુ ખાતું ખાસ નિમાયું છે. ઠીક, જાઓ.'

આટલું કહી સાહેબે મને રજા આપી. મને જવાબ આપવાનો વખત જ ના આપ્યો.

બીજા સાથીઓને રોક્યા. તેમને ધમકાવ્યા ને સલહ આપી કે મને ટ્રાન્સવાલમાંથી વિદાય કરે.

કસાણે મોઢે સાથીઓ આવ્યા. આમ નવો જ કોરડો અણધાર્યો અમાર્ ઉકેલવાનો આવ્યો.


૩. કડવો ઘૂંટડો પીધો

અપમાનનું મને બહુ દુ:ખ થયું પણ પૂર્વે આવાં અપમાનો સહન કરેલાં તેથી હું રીઢો થઈ રહ્યો હતો. એટલે અપમાનને ન ગણકારતાં તટસ્થપણે જે કર્તવ્ય મને સૂઝે તે કરવું એમ નિશ્ચય કર્યો.

મજકૂર અમલદારની સહીનો કાગળ આવ્યો. તેમાં લખ્યું હતું કે, મિ. ચેમ્બરલેન ડરબનમાં મિ. ગાંધીને મળ્યા છે, એટલે હવે તેમનું નામ પ્રતિનિધિઓમાંથી કાઢી નાંખવાની જરૂર છે.

સાથીઓને આ કાગળ અસહ્ય લાગ્યો. તેમણે ડેપ્યુટેશન લઈ જવાનું માંડી વાળવાનો વિચાર બતાવ્યો. મેં તેમને કોમની કફોડી સ્થિતિ બતાવી: 'જો તમે મિ. ચેમ્બરલેનની પાસે નહીં જાઓ તો અહીં કંઈ હાડમારી જ નથી એમ ગણાઈ જશે. છેવટે જે કહેવાનું છે તે તો લખવાનું જ છે. તે તૈયાર છે. હું વાંચું કે બીજા કોઈ વાંચે તેની ચિંતા નથી. મિ. ચેમ્બરલેન થોડા જ કંઈ ચર્ચા કરવાના છે? મારું અપમાન થયું છે તે