આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
છેવટે એક જીવતો રહ્યો તે ઘરે આવ્યો. જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેની માએ તેને પૂછ્યું : 'કહે ને, ભાઈ ! વાત.'
છોકરો કહે : 'માડી ! કોઠે દાબ્યા સાત.'
મા કહે : 'મેરમૂઆ મદી !'
છોકરો કહે : 'માડી ! નવ તાણી ગઈ નદી.'
મા કહે : 'અરરર !'
છોકરો કહે : 'માડી ! ત્રણ તો ગયા ટરરર.'
માડી કહે : 'હેં હેં ?'
છોકરો કહે : 'બે તો દાબ્યા ભેંહે.'
મા કહે : 'ઓહો !'
છોકરો કહે : 'એક તો મૂઓ તાવે.'
મા કહે : 'અરે !'
છોકરો કહે : 'હું તો આવ્યો ઘરે.'