લખાણ પર જાઓ

પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૧
સન્નારી સીતા-ભાગ ૪.

રામે તો સીતાને દીઠી નહિ, પણ સીતા રામનું દુઃખ જોઇ બહુ પીડા પામી. આવા પ્રસંગથી સીતાને પોતાના પ્રિયતમના પ્રેમની પરીક્ષા થઈ.

જુદાં પડ્યાં, રામ અયોધ્યા આવ્યા, સીતા આશ્રમમાં ગયાં. રામે આવીને અશ્વમેઘ યજ્ઞ આરંભ્યો, તેમાં પત્ની ન હોવાથી, સુવર્ણમય સીતા કરીને બેસારો. એ યજ્ઞમાં એવો નિયમ છે કે એક અશ્વ છૂતો મૂકવો જોઇએ, ને તે જ્યાં જાય ત્યાં જવા દેવા જોઈએ. તેને જે કોઈ બાંધે ત્યાંથી તેને છોડાવવો જોઈએ, ને છેવટ જયારે દેશમાત્ર એમ વશ થાય, ત્યારે તે ઘોડાની યજ્ઞમાં આહુતિ આપવી જોઈએ. રામે છૂટો મૂકેલો ઘોડો ફરો ફરતો જ્યાં પેલા બાલક રમતા હતા ત્યાં ગયો, તેમણે તેને રમતાંજ બાંધ્યો, પણ પછી જાણ પડતાં, પોતે ક્ષત્રિય હતા, એટલે યુદ્ધ આપવા તત્પર થયા, રામને જે જ્રુભ્કાસ્ત્રો મળેલાં હતાં, તે એક સમય રામે, સીતાના ગર્ભને આપ્યાં હતાં, એટલે આ બે કુમારોને કોઈ જીતી શકયું નહિ, અને લક્ષ્મણનો પુત્ર ચંદ્રકેતુ, જે એ ઘોડાને સાચવવા નિમાયેલો હતો, તે કાંઈ કરી શકયો નહિ. છેવટ પુષ્પક વિમાને ચઢી રામને પોતાને ત્યાં આવવું પડયું. એમના આવવાથી વિગ્રહ શાંત થયો; પણ પેલા બે બાલકોને જોઈ એમને અત્યંત વાત્સલ્ય પ્રેમ ઉભરાઈ આવ્યો ને રખેને એ મારા પોતાના પુત્ર હોય એમ એમને લાગ્યું, બાલકોને પાસે બોલાવી આલિંગન દીધું, અને તેમની મીઠી મીઠી વાતો સાંભળતાં, તે બાલકો રામાયણની કથા કહેવા લાગ્યા, તથા એ રામાયણવાળા પૂજ્ય શ્રીરામ તે આ, એમ, પરસ્પરને બતાવી રામને સાશ્ચર્ય નીહાળવા લાગ્યા, તેથી રામને બહુ સખેદ આનંદ થયો. પણ જ્યારે બાલકાએ કહ્યું કે રામાયણ, સીતાને વનવાસ મોકલ્યાં ત્યાં સુધી આવ્યું છે, ને આપે એમ કર્યું એ સારું નહિ, ત્યારે તો પાછે રામનો ઉદ્વેગ સીમા વિના વધ્યો. બાલકો જાણતાં ન હતાં કે રામ એજ એમના પિતા છે, કે એમની જે માતા છે તેજ સીતા છે. રામ જેવા મહાત્માએ પણ આવા પ્રસંગે અશ્રુપાત કર્યો, પણ રાજધર્મ પ્રબલ થઇ પોતાના દુઃખને ટાળવાનો માર્ગ લેવા દઈ શકશે નહિ.

વિગ્રહ મટી ગયો; અશ્વ લઇને સર્વે પાછા આવ્યાં, પિતા પુત્ર જુદા થયા. અશ્વમેઘમાં સગાં સંબંધી, તથા વાલમીકિ, વસિષ્ઠ, આદિ સર્વે ઋષિઓ, અને આખા પુરના લોક, સર્વ આવ્યું હતું. વાલ્મિકિએ એવી યોજના કરી હતી કે એ યજ્ઞમંડપમાંજ એક અપૂર્વ નાટક ભજવી બતાવવું. એ નાટકનાં પાત્ર તે સીતા, તેના પુત્રો, અને ભગીરથિ તથા પૃથ્વી ઇત્યાદિ